Latest News

ઠાસરાના આગરવામાં કરંટ લાગતા માતા અને બે સંતાનોનું કરૂણ મોત

Proud Tapi 04 May, 2025 10:15 AM ગુજરાત

બચાવવા ગયેલા સાસુને પણ કરંટ લાગતા સારવાર માટે ખસેડાયા

ખેડા જિલ્લાના ઠાસરા પંથકમાં કરંટ લાગવાની ઘટનાએ એક જ પરિવારના ત્રણ લોકોના જીવ લીધા છે. કુવાની મોટરનો કરંટ લાગવાથી માતા, પુત્ર અને પુત્રીના કમકમાટીભર્યા મોત નિપજયા છે. જ્યારે એક મહિલાને સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. આ બનાવ મામલે પોલીસ દોડી જઇ કાર્યવાહી આરંભી છે. ઠાસરા તાલુકાના આગવાની મુવાડીમાં આજે ગુરુવારે માતા, પુત્ર અને પુત્રીનું કરંટ લાગવાથી મોત નિપજ્યું છે. વીજ પુરવઠો શરૂ થતાં કુવાની મોટર ચાલુ થઇ કે નહીં તે જોવા માટે પોતાની બે વર્ષની દીકરી મીરાને લઇને ગયા હતા. આ સમયે મોટરના વાયરમાં ફાયર થયેલાં ભાગને ગીતાબેન અડી જતાં તેમને કરંટ લાગ્યો હતો અને બે વર્ષની દિકરી પણ કરંટમાં લપેટાઈ હતી. આ દરમિયાન ગીતાબેનનો 8 વર્ષનો પુત્ર દક્ષેશ પણ રડતો રડતો માતાની પાછળ ઓરડીમાં ગયો હતો અને માતાને પકડતાં તેને પણ વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતાં જ માતા અને બંને સંતાનો ત્યાં જ ઢળી પડ્યા હતા. આ બનાવમાં માતા, પુત્ર અને પુત્રીને બચાવવા જતા સાસુ લીલાબેનને પણ કરંટ લાગ્યો હતો. જેથી તેઓ ગંભીર રીતે દાઝ્યા હતા. લીલાબેન હાલ ડાકોરની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટના સ્થળે પહોંચેલી ડાકોર પોલીસે પંચનામું કરી માતા, પુત્ર અને પુત્રીનો મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો છે અને ગુનો નોંધવાની કામગીરી હાથ ધરી છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post