સુરત શહેરમાં કુલ ૩૧૫ ઓટો રિક્ષા સ્ટેન્ડ નક્કી કરાયા
સુરત શહેરમાં વસ્તી અને વાહનોના વધારાના કારણે ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બરકરાર રહે તે માટે શહેર પોલીસ કમિશ્નરશ્રી અનુપમસિંહ ગહલૌતે એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામા અનુસાર સુરત શહેરમાં ધંધાર્થે નીકળતા ઓટોરિક્ષા ચાલકો પોતાની ઓટોરિક્ષાઓ પેસેન્જરો લેવા માટે જ્યાં-ત્યાં રિક્ષા ઉભી રાખતા હોય છે. જેના કારણે વાહન વ્યવહારને અગવડ પડે છે અને અક્સ્માત થવાની શક્યતાઓ રહેતી હોય છે. ઓટોરિક્ષા ચાલકે નિશ્વિત જગ્યાએ અને ટ્રાફિકને અડચણરૂમ ન થાય તેવી રીતે રિક્ષા સ્ટેન્ડમાં પાર્ક કરી પેસેન્જરોને સરળતાથી બેસાડી તેમજ ઉતારી શકે અને ઓટોરિક્ષાઓ શિસ્તબદ્ધ રીતે બિન અડચણરૂપ પાર્ક થાય અને જાહેર જનતાને યોગ્ય સગવડ મળે તે સારૂ સુરત શહેરમાં કુલ ૩૧૫ ઓટો રિક્ષા સ્ટેન્ડ નક્કી કરવામાં આવ્યા છે. નિશ્વિત કરેલ ઓટોરિક્ષા સ્ટેન્ડ પર રિક્ષા પાર્ક કરવી.આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590