પાલનપુરના બાદરપુર ગામના કિશોરનું હાર્ટ એટેકથી મોત નિપજ્યુ છે. યુવાનો અને કિશોરોમાં હાર્ટએટેકના કિસ્સા વધી રહ્યા છે. ત્યા વધુ એક ઘટના પાલનપુરમાં સામે આવી છે. રાત્રી દરમિયાન સુઈ રહેલા કિશોરને હ્રદયરોગનો હુમલો આવ્યો હતો. યુવાનને સારવાર માટે ખસેડ્યો હતો. પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
યુવાનો અને કિશોરોમાં હાર્ટ એટેકની ઘટનાઓમાં વધારો ચિંતા વધારી રહી છે. પાલનપુર વિસ્તારમાં વધુ એક ઘટનામાં કિશોરે હાર્ટએટેકને લઈ જીવ ગુમાવ્યો છે. કિશોર રોહિત ગૌતમભાઈ ડાભી કાણોદરની હાઈસ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. રાત્રી દરમિયાન ઘરે સુઈ રહેવા દરમિયાન જ રોહિતને હાર્ટએટેક આવ્યો હતો. સવારે તે શાળાએ જવા માટે ઉઠ્યો જ નહીં અને તેને પાલનપુર સારવાર માટે ખસેડાયો હતો.
જોકે તબિબોએ રોહિતનું રાત્રે જ ઉંઘમાં હાર્ટએટેકના કારણે મોત નિપજ્યુ હોવાનું જણાવ્યુ હતુ. પરિવારનો એકના એક દિકરો મોતને ભેટવાને પગલે આભ ફાટ્યાની સ્થિતિ પરિવાર પર સર્જાઈ હતી. આ પહેલા પણ યુવાન અને કિશોર વયે જીવ હાર્ટએટેકથી ગુમાવવાની ઘટના પાલનપુર અને બનાસકાંઠામાં નોંધાઈ છે. ત્યાં વધુ એક ઘટનાને લઈ ચિંતાનો માહોલ છવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590