કાશ્મીરી યુવાનો એકતા અને દેશપ્રેમની ભાવના કેળવે, કટ્ટરપંથી પ્રવૃતિઓથી દૂર રહી પોતાનો સર્વાંગી વિકાસ સાધે એ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સહયોગથી કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર-સુરત અને માય ભારત-સુરત દ્વારા કાશ્મીરી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેના ભાગરૂપે સુરત આવેલા ૧૩૨ કાશ્મીરી યુવાનોને ઔદ્યોગિક સ્થળો જેવા કે યુરો ફૂડસ, હરેકૃષ્ણ ડાયમંડ તેમજ લક્ષ્મીપતિ ટેક્સટાઈલની મુલાકાત કરાવવામાં આવી હતી. જેમાં યાર્નથી અંતિમ ઉત્પાદન સુધીની તમામ પ્રક્રિયા બતાવવામાં આવી હતી. યુરો ફૂડસમાં વિવિધ પ્રકારના ફૂડ પેકેટ્સની બનાવટ અને તેના પેકિંગ વિશે હરેકૃષ્ણ ડાયમંડ એક્ષ્પોર્ટ કંપનીમાં યુવાનોએ હીરાની બનાવટ અને તેના વેપાર વિશે સમજ અપાઈ હતી. તેમણે અનેકવિધ પ્રશ્નો પૂછી પોતાનું કુતુહલ વ્યક્ત કર્યું અને મશીનો દ્વારા થતી કામગીરીથી ઓછા માનવશ્રમથી વધુ ઉત્પાદન અંગે વાકેફ થયા હતા.
ઉપરાંત, ડાયમંડ, જેમ એન્ડજ્વેલરી ક્ષેત્ર માં પ્રશિક્ષણ આપતી કતારગામ સ્થિત ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટની મુલાકાત પણ લીધી હતી, જ્યાં ચેરમેન દિનેશભાઈ નાવડિયાએ હીરા ઝવેરાત અને કલર ડાયમંડ સ્ટોનના ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીઝમાં પ્રોફેશન, કારીગરોમાં ઉચ્ચ પ્રકારની કુશળતા વિકસાવવા તેમજ ભારતીય જેમ અને જ્વેલરીના નિકાસમાં રોજગારીના સર્જન અંગે માહિતગાર કર્યા હતા. આદાનપ્રદાન કાર્યક્રમનું સંચાલન માય ભારત -સુરત અને નેહરુ યુવા કેન્દ્ર સંગઠનના રાજ્ય નિદેશક શ્રી દુષ્યંત ભટ્ટના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા યુવા અધિકારી સચિન શર્માં દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ મુલાકાત સમયે સુરત, નવસારી અને દમણના જિલ્લા યુવા અધિકારીઓ અને કાર્યક્રમ સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590