જોકે, જેલેન્સ્કી અને ટ્રમ્પ વચ્ચેની જોરદાર ચર્ચાને લઈને શુક્રવારે યુક્રેનના લોકો તેમના રાષ્ટ્રપતિ સાથે ઉભા જોવા મળ્યા હતા.તેમણે કહ્યું કે જેલેન્સકીએ દેશની ગરિમા અને હિત માટે પોતાનો અવાજ ઉઠાવી રહ્યાં છે.
અમેરિકામાં ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચેની મુલાકાત દરમિયાન એક પત્રકારે જેલેન્સકીને સૂટ ન પહેરવા અંગે પ્રશ્ન કર્યો હતો. જેલેન્સકીએ હળવા અંદાજમાં આ સવાલનો જવાબ આપ્યો હતો. અમેરિકામાં આ અંગે મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી હતી.
શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકી વચ્ચે તણાવ જોવા મળ્યો હતો. જ્યારે બંને નેતાઓ ઓવલ ઓફિસમાં બેઠક કરી રહ્યા હતા, ત્યારે શબ્દ યુદ્ધ શરૂ થયું હતું. પરંતુ આ દરમિયાન જેલેન્સકી સમક્ષ એક વિચિત્ર પ્રશ્ન આવ્યો. એક પત્રકારે તેને પૂછ્યું કે તે સૂટ કેમ નથી પહેરતા? રિયલ અમેરિકાના વોઈસ ચીફ વ્હાઇટ હાઉસના સંવાદદાતા બ્રાયન ગ્લેને પૂછ્યું, 'તમે સૂટ કેમ નથી પહેરતા? શું તમારી પાસે સૂટ છે? ઘણા અમેરિકનો તમારાથી નારાજ છે કારણ કે તમે ઓફિસની ગરિમાનું સન્માન નથી કરતા.'
જેલેસ્કીએ ખૂબ જ હળવાશથી કહ્યું, 'આ યુદ્ધ પૂરું થયા પછી હું સૂટ પહેરીશ. કદાચ તમારી જેમ, કદાચ વધુ સારું, મને ખબર નથી. આપણે જોઈશું. કદાચ કંઈક સસ્તું.' બાદમાં ગ્લેને X પરની પોસ્ટમાં પોતાની નારાજગી વ્યક્ત કરી તેણે લખ્યું, 'જેલેન્સકીનો પોશાક સ્પષ્ટપણે દર્શાવે છે કે તે આપણા દેશનું સન્માન નથી કરતો. ટીકાકારો મારી મજાક ઉડાવી શકે છે. પરંતુ તેનાથી મને કોઈ ફરક પડતો નથી.'
બ્રાયન ગ્લેન સાંસદ માર્જોરી ટેલર ગ્રીનને ડેટ કરી રહ્યો છે. તેણે X પર પણ લખ્યું,'મને બ્રાયન ગ્લેન પર ગર્વ છે. તમે જેલેન્સકીના અનાદરભર્યા વર્તનનો પર્દાફાશ કર્યો. તે ઓવલ ઓફિસમાં પૈસા માંગવા માટે આવે છે,પરંતુ તે સૂટ પણ પહેરતો નથી.' યુદ્ધના સમયથી, તે લશ્કરી ગણવેશ સાથે ટી-શર્ટ પહેરીને જોવા મળે છે. તેના કપડાં પર હંમેશા યુક્રેનિયન ત્રિશુલનું નિશાન હોય છે, જેને ત્રિશૂળ તરીકે પણ ઓળખવામાં આવે છે.તે યુક્રેનનું રાષ્ટ્રીય પ્રતીક છે.
એક્સ યુઝર બ્રાયન ક્રેસેનસ્ટીને સૂટ સાથે જોડાયેલા સવાલ પર લખ્યું,'જેલેન્સકી પોતાના દેશના અસ્તિત્વ માટે લડી રહ્યો છે.તે નિર્દોષ બાળકો અને નાગરિકોને રશિયન હુમલાઓથી સતત બચાવી રહ્યો છે અને આ દક્ષિણપંથી પત્રકારે તેને પૂછ્યું કે તેણે સૂટ કેમ નથી પહેર્યો અને શું તે નથી ખરીદી શકતો? હું મારા દેશ માટે શરમ અનુભવું છું અને યુક્રેન માટે દુઃખી છું.’
જેલેસ્કીના સમર્થનમાં આવ્યા યુક્રેની
ઓવલ ઓફિસમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઉગ્ર ચર્ચા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી જેવા વ્હાઇટ હાઉસમાંથી બહાર આવ્યા કે તરત જ યુક્રેનના લોકો જેલેન્સકીના સમર્થનમાં આવી ગયા અને તેમને દેશના હિતોના રક્ષક ગણાવ્યા. યુએસ પ્રેસિડેન્ટની ઓફિશિયલ ઓફિસમાં આયોજિત મીટિંગ દરમિયાન, ટ્રમ્પ અને યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે ઝેલેન્સકીને કેટલાક તીક્ષ્ણ પ્રશ્નો પૂછ્યા અને આ દરમિયાન ઝેલેન્સકી થોડા અસ્વસ્થ દેખાયા. આ ઘટનાથી મોસ્કોમાં રશિયન અધિકારીઓ ખુશ થયા હશે અને તેઓ તેને એક એવી ઘટના તરીકે જોશે જે અમેરિકા અને જેલેન્સકી વચ્ચેના સંબંધોને સમાપ્ત કરશે.
જોકે, જેલેન્સ્કી અને ટ્રમ્પ વચ્ચેની જોરદાર ચર્ચાને લઈને શુક્રવારે યુક્રેનના લોકો તેમના રાષ્ટ્રપતિ સાથે ઉભા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે જેલેન્સકીએ દેશની ગરિમા અને હિત માટે પોતાનો અવાજ ઉઠાવી રહ્યાં છે. કિવમાં 67 વર્ષીય નિવૃત્ત નતાલિયા સેરહીએન્કોએ કહ્યું કે તેણી માને છે કે યુક્રેનિયનો વોશિંગ્ટનમાં તેમના રાષ્ટ્રપતિના વલણ સાથે સંમત છે, 'કારણ કે ઝેલેન્સકી સિંહની જેમ લડ્યા છે.' 'તેમની વચ્ચે તીખી ખૂબ જ તીખી વાતચીત થઇ હતી, પરંતુ જેલેન્સકી યુક્રેનના હિતોનો બચાવ કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590