Latest News

હિમસ્ખલનથી ચમોલીમાં આફત, 55 શ્રમિક હજુ પણ ફસાયેલા, રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ

Proud Tapi 01 Mar, 2025 06:12 AM ગુજરાત

બદ્રીનાથના ફ્રન્ટિયર માના ગામ પાસે સવારે લગભગ 7.15 વાગ્યે હિમસ્ખલન થયું, જેના કારણે કામદારો બરફ નીચે દટાઈ ગયા હતા. આ કામદારોને નિયમિતપણે સેનાની મૂવમેન્ટ માટે સતત બરફ હટાવવાનું કામ કરે છે.

ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા વચ્ચે, શુક્રવારે વહેલી સવારે ચમોલી જિલ્લાના બદ્રીનાથના સીમંત માના ગામ નજીક હિમપ્રપાતના કારણે મુશ્કેલી સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)ના 55 કામદારો બરફમાં ફસાઈ ગયા હતા, જેમાંથી 33ને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા વચ્ચે, શુક્રવારે વહેલી સવારે ચમોલી જિલ્લાના બદ્રીનાથના સીમંત માના ગામ નજીક હિમપ્રપાતને કારણે મુશ્કેલી ઊભી થઈ હતી. આ દુર્ઘટનામાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)ના 55 કામદારો બરફમાં ફસાઈ ગયા હતા, જેમાંથી 33ને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 22 કામદારોની શોધખોળ હજુ પણ   ચાલુ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રિહેબિલિટેશન સેક્રેટરી વિનોદ કુમાર સુમને કહ્યું કે, પહેલા બદ્રીનાથ ધામથી છ કિલોમીટર આગળ થયેલા આ હિમપ્રપાતમાં 57 મજૂરો ફસાયા હોવાની માહિતી હતી, પરંતુ હવે સામે આવ્યું છે કે, સ્થળ પર માત્ર 55 મજૂરો જ હતા. સાંજે 5 વાગ્યા સુધીમાં 32 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે મોડી રાત્રે વધુ એક શ્રમિકનું પણ સુરક્ષિત રેસ્ક્યુ કરાયું હતું.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી મોડી રાત્રે સ્ટેટ ડિઝાસ્ટર ઓપરેશન સેન્ટર પહોંચ્યા અને બચાવ કામગીરીની સમીક્ષા કરી. તેમણે શનિવાર સવારથી એરફોર્સ, 'યુકાડા' અને ખાનગી કંપનીઓના હેલિકોપ્ટરને બચાવ કામગીરી માટે તૈનાત કરવાની સૂચના આપી હતી. સીએમ ધામીએ કહ્યું કે, "અમે દરેક કામદારને સુરક્ષિત વાપસી માટે શક્ય તમામ પ્રયાસો કરીશું."

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચિંતા વ્યક્ત કરી છે
પોલીસ, સેના, BRO, ITBP, SDRF અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ખરાબ હવામાન, સતત હિમવર્ષા અને તીવ્ર ઠંડીએ રાહત કામગીરીમાં મોટી અડચણ ઊભી કરી હતી. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ફસાયેલા લોકોને બચાવવા એ સરકારની પ્રાથમિકતા છે. તેમણે મુખ્યમંત્રી ધામી, આઈટીબીપી અને એનડીઆરએફના મહાનિર્દેશકો સાથે વાત કરી અને તમામ શક્ય મદદની ખાતરી આપી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ તમામ સંસાધનોનો ઉપયોગ કરીને બચાવ કાર્યને ઝડપી બનાવવા સૂચના આપી છે.

હિમસ્ખલનની આગોતરી ચેતાવણી હતી
ડિફેન્સ જીઓઈન્ફોર્મેટિક્સ રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ (DGRE) એ ગુરુવારે જ 2400 મીટરથી વધુની ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમપ્રપાતની ચેતાવણી જાહેર કરી હતી. દેહરાદૂન હવામાન વિભાગે પણ ભારે વરસાદ અને હિમવર્ષાની સંભાવના વ્યક્ત કરી હતી, તેમ છતાં કામદારોને હટાવવામાં આવ્યા ન હતા, જે હવે મોટી ભૂલ સાબિત થઈ રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post