સુરતની મિશન હોસ્પિટલ ખાતે આંતરરાષ્ટ્રીય કાંગારૂ મધરકેર જાગૃતિ દિવસ નિમિત્તે 'કાંગારૂ મધરકેર: નર્સીસની ભૂમિકા' વિષય પર વર્કશોપ યોજાયો. NNF ગુજરાત ચેપ્ટરના પ્રમુખ ડો. નિર્મલ ચોરારિયાએ ઓછા વજનવાળા અને પ્રિમેચ્યોર બાળકો માટે કાંગારૂ મધરકેરના ફાયદાઓ જણાવ્યા, જેમાં બાળકની ત્વચાનો માતા સાથેનો સ્પર્શ તેના શારીરિક અને માનસિક વિકાસ માટે અગત્યનો છે. KMC ફાઉન્ડેશનના પ્રમુખ શશી વાનીએ ગુજરાતમાં સૌપ્રથમ અમદાવાદમાં આ યુનિટ શરૂ થયાની માહિતી આપી. ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ આગામી ૩૦ જૂને નર્સિસ માટે સેમિનાર યોજાવાની જાહેરાત કરી. વર્કશોપમાં ૧૦૦ જેટલી નર્સિસ અને તબીબો ઉપસ્થિત રહ્યા હતા. કાંગારૂ મધરકેર પદ્ધતિ ૧૯૭૮માં કોલમ્બિયામાં શરૂ થઈ હતી અને ભારતમાં ૧૯૮૩માં અમદાવાદમાં તેનો પ્રારંભ થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590