પ્રાઉડ તાપી - આહવા : ડાંગ જિલ્લાના ચિખલી ખાતેના આયુષ્માન આરોગ્ય મંદિરને નેશનલ હેલ્થ મિશન અંતર્ગત નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ્સ (NQAS) નું રાષ્ટ્રીય પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. 25 એપ્રિલે એન.એચ.આર.સી. દિલ્હીની ટીમે કરેલા મૂલ્યાંકનમાં આ આરોગ્ય મંદિરને 92.68% સ્કોર મળ્યો હતો.
આ સિદ્ધિ ડાંગ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુથારના માર્ગદર્શન હેઠળ મળી છે. ચિખલી આયુષ્માન આરોગ્ય મંદિરમાં સગર્ભા માતા, પ્રસૂતા, નવજાત શિશુની સંભાળ, ડાયાબિટીસ-કેન્સર જેવા રોગોનું નિદાન, અને આંખ-કાન-ગળાની બીમારીઓ સહિત 12 પ્રકારની સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું કોટબા આયુષ્માન આરોગ્ય મંદિર પણ અગાઉ આ રાષ્ટ્રીય પ્રમાણપત્ર મેળવી ચૂક્યું છે. જિલ્લાના કુલ 68 આયુષ્માન આરોગ્ય મંદિરો પૈકી, 22નું રાષ્ટ્રીય કક્ષાનું મૂલ્યાંકન પ્રગતિમાં છે અને વધુ 15નું એસેસમેન્ટ ટૂંક સમયમાં દિલ્હીની ટીમ દ્વારા કરાશે.
ચિખલીના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર શ્રી અશોકભાઇ એસ. ચૌધરી અને તેમની ટીમને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590