ઉદ્યોગકારો અને નિષ્ણાંતો સાથે તાપીમાં સર્વસમાવેશક ઔદ્યોગિક વિકાસ માટે વિશિષ્ટ વર્કશોપ
પ્રાઉડ તાપી - વ્યારા : ગુજરાતમાં એમએસએમઈ (માઇક્રો, સ્મોલ અને મિડીયમ એન્ટરપ્રાઇઝિસ) ક્ષેત્રને મજબૂત બનાવવા અને તેમને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના ધોરણો સાથે સજ્જ કરવાનો ઉદ્દેશ્ય લઈને ‘ગુણવત્તા યાત્રા’ તાપી જિલ્લાના વ્યારા ખાતે પહોંચી હતી.
ગુણવત્તા યાત્રા એ ગુણવત્તાયુક્ત ઉત્કૃષ્ટતાની નવી શરૂઆત છે.આ યાત્રા અંતર્ગત ઉદ્યોગકારો, સરકારી અધિકારીઓ અને ગુણવત્તાયુક્ત નિષ્ણાંતોને એક મંચ પર લાવીને સર્વસમાવેશક અને ટકાઉ ઔદ્યોગિક વિકાસ માટે શિક્ષણ અને ઉદ્યોગ જેવા ક્ષેત્રમાં કવોલિટી કાઉનિસ્લ ઓફ ઈન્ડિયા દ્વારા સ્થાપિત ગુણવત્તાયુકત વ્યવસ્થાઓ અને પ્રક્રિયાઓ અંગે,એમએસએમઈ માટે ગુણવત્તાયુકત ઉત્કૃષ્ટતા ચલાવવા માટે ક્યુસીઆઈ દ્વારા ઝેડઈડી અને લીન પ્રમાણ પત્રો અંગે, પર્યાવરણના નિયમો અને પડકારો સહિત વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, ગુણવત્તા યાત્રા આગામી ૫૫ દિવસ સુધી ગુજરાતના સુરત, વડોદરા, ગાંધીનગર સહિત અન્ય ૦૯ જિલ્લાઓમાં યોજાનાર છે.રાજ્યના MSME ઉદ્યોગોને ZED, ISO, Lean સર્ટીફિકેટ તથા NABL એક્રેડિટેશન જેવી યોજનાઓ અને પ્રમાણપત્રોને પ્રોત્સાહન મળશે અને 2047ના વિકસિત ગુજરાત-વિકસિત ભારતના સંકલ્પ માટે સક્ષમ બનશે.
આ પ્રંસગે શ્રી ડી.ડી.સોલંકી, મદદનીશ ઉદ્યોગ કમિશ્નર અને જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર – તાપી સંયુકત નિર્દેશક ,NBQP-ક્વોલિટી કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના અધિકારી (QCI), નિયુકત અધિકારી( FDCA, નાયબ પર્યાવરણ ઈજનેર, GPCB, ક્વોલિટી કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના સલાહકાર , આઇટી વિભાગ, Index-b,ટેકનીકલ એક્ષ્પોર્ટ NBQP-ક્વોલિટી કાઉન્સિલ ઑફ ઈન્ડિયા (QCI), Delhi ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590