“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત કુલ મોબાઇલ ફોન નંગ – ૨૧, કિંમત રૂ.૩.૧૩ લાખથી વધુનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કરતી ડાંગ પોલીસ
સાયબર ફ્રોડનો ભોગ બનનાર વ્યક્તિઓની ફ્રોડમાં ગયેલ કુલ રૂ.૨.૩૧ લાખન થી વધુની રકમ પરતમેળવી આપી
ડાંગ જિલ્લા પોલીસ દ્વારા વિવિધ ગુનાઓ, તથા મળેલી અરજી/ફરિયાદો અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી, વિવિધ ચીજ વસ્તુઓ તથા મુદ્દામાલ મુળમાલિકોને ત્વરિત પરત મળી રહે તે હેતુથી તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાની અધ્યક્ષતા, અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલની આગેવાની હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનાં પી.આઇ શ્રી વી.કે.ગઢવી તેમજ એલ.સી.બી પી.એસ.આઇ શ્રી કે.જે.નિરંજન સહિતના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં આહવા ખાતે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. દરમિયાન જિલ્લાના અરજદારો દ્વારા પોલીસ સ્ટેશનમાં કરાયેલી અલગ અલગ પ્રકારની અરજી/ફરિયાદો પૈકી મોબાઈલ ખોવાઈ જવા બાબતની અરજીઓમાં, જિલ્લાની એલ.સી.બી.શાખા દ્વારા C.E.I.R. (Central Equipment Identity Register) પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરી, બીટ ઇન્ચાર્જ તથા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના ટેકનીકલ સ્ટાફ સાથે સંકલનમાં રહી, હ્યુમન અને ટેકનીકલ સોર્સથી તપાસ કરી/કરાવી, , ખોવાય ગયેલ મોબાઈલ નંગ-૨૧ કિંમત રૂા.૩,૧૩,૯૦૩/- રિકવર કરી અરજદારોને પરત કર્યા હતા.
આ ઉપરાંત સાયબર ક્રાઇમ ફ્રોડના ભોગ બનેલ વ્યકિતઓ કે જેઓ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આહવા ખાતે આવી પોતાની સાથે બનેલ સાયબર ફ્રોડ અંગેની હકિકતલક્ષી રજુઆત અરજીઓ કરતા તે અરજીઓની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આહવા દ્વારા કરી ફ્રોડમાં ગયેલ કુલ.રૂ.૨,૩૧,૮૦૦/- ની રકમ અરજદારને પરત આપવામાં આવેલ હતી. નાગરિકોને પોતાની વસ્તુઓ પરત મળતા રાજીપો વ્યક્ત કરી પોલીસની આ પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા સાયબર ક્રાઈમ આહવાનો સ્ટાફ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590