Latest News

ખેલ મહાકુંભ ૩.૦ રાજ્ય કક્ષાની આર્ચરી સ્પર્ધામાં ડાંગના ખેલાડીઓએ કુલ ૧૬ મેડલ મેળવ્યાં

Proud Tapi 16 May, 2025 03:07 PM ગુજરાત

અંડર-૧૪ માં કુલ ૪ મેડલ, અંડર-૧૭ માં કુલ ૧૦ મેડલ અને ઓપન એજ ગૃપમાં કુલ ૨ મેડલ મળવી ડાંગ જિલ્લો રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંકે

તાજેતરમાં જ યોજાઇ ગયેલ ખેલ મહાકુંભ ૩. ૦ અંતર્ગત રાજય કક્ષાની આર્ચરી સ્પર્ધા, રાજ્યના ગીરીમથક સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાઇ હતી. આ સ્પર્ધામાં ડાંગ જિલ્લાના ખેલાડીઓએ રાજ્ય કક્ષાએ સૌથી વધુ મેડલ મેળવતાં ડાંગ જિલ્લો પ્રથમ ક્રમાંકે આવ્યો છે. ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત રાજ્ય કક્ષાની આર્ચરી સ્પર્ધામાં ડાંગના અંડર-૧૪ એજ ગૃપમાં ૪ મેડલ, અંડર-૧૭ એજ ગૃપમાં કુલ ૧૦ મેડલ અને ઓપન એજ ગૃપમાં કુલ ૨ મેડલ મળી ડાંગ જિલ્લાના ખેલાડી ઓએ કુલ ૧૬ મેડલ મેળવ્યાં હતાં.જેમાં ૪ ગોલ્ડ ૭ સિલ્વર અને ૫ બ્રોન્ઝ મેડલ મેળવી ડાંગ જિલ્લો રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંકે આવ્યો છે. ડાંગ જિલ્લાનું ગૌરવ વધાવનાર આ તમામ ખેલાડીઓને જિલ્લા રમત ગમત અધિકારી અલ્કેશ પટેલ,આર્ચરી કોચ જીતુભાઇ રાજપુત, ટ્રેનજ શ્રીમતી અનિતાબેન રાઠવા તેમજ સમગ્ર જિલ્લા વહીવટી તંત્રની ટીમે અભિનંદન પાઠવ્યાં હતાં.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post