પ્રયાગરાજ ખાતે આયોજીત મહાકુંભ મેળામાં કરોડો લોકોએ આસ્થાની ડૂબકી લગાવી હતી.હવે મહાકુંભની પુર્ણાહુતી થઈ છે. આ દરમિયાન એક ગોજારી ઘટના સામે આવી છે. પ્રયાગરાજથી પરત ફરતા ગુજરાતના ચાર લોકોના અકસ્માતમાં મોત નિપજ્યા છે.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પ્રયાગરાજથી પરત ફરતા અમરેલી અને ગારીયાધારના બે દંપતીના અકસ્માતમાં મોત થયા છે. જ્યારે એક દીકરીની સારવાર ચાલી રહી છે. ઝાંસીથી કાનપુર હાઇવે પર ટ્રક સાથે અકસ્માત સર્જાતા ગઈકાલે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં કુલ બે દંપતીના મોતથી અરેરાટી મચી જવા પામી છે.
ગારીયાધાર તાલુકાના રૂપાવટી ગામના રહેવાસી બીપીનભાઈ ગોયાણી અને ભાવનાબેન તેમજ અમરેલીના દામનગર તાલુકાના ભાલવાવ ગામના દંપતી જગદીશભાઈ વિરાણી અને કૈલાશબેન વિરાણીનું અકસ્માતના બનાવવામાં મૃત્યુ થયું છે. આ બનાવના કારણે રૂપાવટી અને ભાલવાવ ગામમાં દુઃખની લાગણી પ્રસરી છે. હાલ તમામ મૃતકોને પોતાના વતન ખાતે લાવવામાં આવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590