Latest News

નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.ઝેડ.પી.પટેલના અધ્યક્ષસ્થાને સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક મળી

Proud Tapi 01 Mar, 2025 07:18 AM ગુજરાત

નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો.ઝેડ.પી. પટેલના અધ્યક્ષસ્થાને વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની ૧૩મી બેઠક મળી હતી.
           ડો.ઝેડ.પી.પટેલે કૃષિ વિજ્ઞાન કેન્દ્રની પ્રવૃતિઓને બિરદાવતા કહ્યું કે  સુરત જિલ્લાના છેવાડાના ગામોમાં KVK દ્વારા કૃષિની આધુનિક યાંત્રિકતા  કૃષિ પદ્ધતિઓનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે  ત્યારે યુનિવર્સિટીના વિવિધ સંશોધનો ખેડૂતો સુધી પહોંચાડવા અને
માહિતગાર કરવા વૈજ્ઞાનિકોને અનુરોધ કર્યો હતો.
         વધુમાં તેમણે રીંગણની રોબોટીક કલમનો નિદર્શન થકી પ્રચાર પ્રસાર કરવા અંગે સૂચન કર્યું હતું. તેમણે વન ટેકનોલોજી વન વિલેજ  વન ક્રોપ વન વિલેજ કન્સેપ્ટ વિષે ખેડૂતોને જાગૃત્ત કરવા પર ભાર મુક્યો હતો. વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો.એચ.આર. શર્માએ ઈમ્પેક્ટ સ્ટડી સફળ વાર્તા વિષે સમજ આપી હતી.
         KVK ના વડા ડો.જે. એચ. રાઠોડે ગતવર્ષ ૨૦૨૪ની કેન્દ્રનો પ્રગતિ અહેવાલ રજૂ કરી વર્ષ દરમિયાન વિવિધ તાલીમો  અગ્રીમ હરોળ નિદર્શનો  ટેરેસ ગાર્ડનિંગ  નેચરલ ફાર્મિંગ તેમજ વિસ્તરણ પ્રવૃતિઓ  સાફલ્યગાથાઓ તેમજ કેન્દ્રએ મેળવેલી સિદ્ધિઓની વિગતો રજૂ કરીહતી. બેઠકમાં ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતો  અધિકારીઓએ જરૂરી પ્રતિભાવો અને સૂચનો આપ્યા હતા.
         આ બેઠકમાં પ્રાધ્યાપક અને વડા  ડો.એચ. એમ. વિરડીયા વૈજ્ઞાનિકો, ખેતીવાડી બાગાયત પશુપાલન વિભાગના અધિકારીઓ, નવસારી કૃષિ યુનિ.ના સંશોધન તથા વિભાગીય વડાઓ  પ્રગતિશીલ ખેડૂતો એન.જી.ઓના પ્રતિનિધિઓ  સ્વસહાય જુથની પ્રગતિશીલ મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post