ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલના અધ્યક્ષસ્થાને સ્વચ્છ ભારત મશિન- ગ્રામીણ ફેઝ-રના સુચારૂ અમલીકરણ માટે ડીસ્ટ્રીકટ વોટર એન્ડ સેનીટેશન મિશન (DWSM) ની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વર્ષ ૨૦૨૪-૨૫ માં ૧૩૨૫ કુંટુબો માટે શૌચાલયોની કામગીરી પુર્ણ કરવા સાથે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલયો રીપેર કરવાની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ જિલ્લામાં પાણી સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરતાં જિલ્લા કલેક્ટરશ્રીએ પાણી વ્યવસ્થાપન અંગે તાલુકા તેમજ ગ્રામ પંચાયતોમાં બેઠકો યોજી પાણીની સમસ્યા નિવારણ માટેના સુચનો કર્યા હતા. ડાંગ જિલ્લામાં જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ આહવા દ્વારા જિલ્લામાં આંતરીક પીવાના પાણીની યોજનાઓ કુલ ૩૧૧ ગામોમાં બનાવવામાં આવેલ છે. જેમાં ૯૦ ગામોમાં એન.આર.ડબલ્યુ.પી કાર્યક્રમ તેમજ સેક્ટર રીફોર્મ સ્ટેટ કાર્યક્રમ અંતર્ગત બનાવવામાં આવેલ છે. તેમજ ૨૧૧ ગામોમાં ‘નલ સે જલ’ કાર્યક્રમ અંતર્ગત યોજનાઓ બનાવવામાં આવેલ છે. વાસ્મો દ્વારા દરેક ગામોમાં નલ જલ મિત્ર તૈયાર કરવામાં આવનાર હોઇ, તેઓને આઇ.ટી.આઇ સંસ્થા મારફત તાલીમ આપવાની પ્રકિયા શરૂ કરવા અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590