વિદ્યાર્થીઓ રહેલી સુશુપ્ત શક્તિઓ બહાર આવે તેમજ શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓ અન્ય બાબતો થી માહિત ગાર થાય તે માટે વલ્લભ વિદ્યાલય ઉત્તર બુનિયાદી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આહવા દ્વારા વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનની મુલાકાત સાથે રમત ગમત જેવી વિવિધ પ્રવૃતિઓ યોજવામાં આવી હતી. તારીખ ૩ જાન્યુઆરીના રોજ શાળાના વિદ્યાર્થીઓએ આહવા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. જેમાં પોલીસ કર્મીઓ દ્વારા પોલીસની કામગીરી તેમજ સુરક્ષા સાધનો અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. આ સાથે જ શાળામાં રમત ગમત દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ રમતો અને સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જે બાદ શાળામાં વન ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590