"સુરતમાં થયેલા માનહાની કેસ મામલે સેસન્સ કોર્ટમા અપીલ કરવા મુદ્દે રાહુલ ગાંધી આજે દિલ્લીના વકીલો તેમજ નેતાઓની ટિમ સાથે સુરત આવશે. આજે રાહુલ ગાંધી સુરત આવતા હોવાથી ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના સુરતમાં ધામા છે."
રાજસ્થાનના CM અશોક ગેહલોત પણ રાહુલ ગાંધી સાથે હાજર રહેશે
રાહુલ ગાંધી પર સુરતમાં થયેલ માનહાની કેસ મામલે કોર્ટે ચુકાદો આપ્યો હતો અને રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી. જેને લઇ રાહુલ ગાંધી આજે દિલ્હીના વકીલો સાથે હવાઈ માર્ગથી સુરત આવશે અને સેશન્સ કોર્ટમાં અપીલ કરશે. મહત્વનું છે કે રાહુલ ગાંધીને કોર્ટ દ્વારા બે વર્ષની સજા સંભળાવ્યા બાદ રાહુલ ગાંધીના તુરંત જામીન પણ થઈ ગયા હતા. જોકે કોર્ટે સંભળાવેલી બે વર્ષની સજા બાદ રાહુલ ગાંધી હાઇકોર્ટમાં નહીં પરંતુ સુરતની સેશન્સ કોર્ટમાં જ અપીલ કરવાના છે. રાહુલ ગાંધી કોર્ટના નિર્ણયને પડકારશે. નિર્ણયને પડકારવા માટે રાહુલ ગાંધીને એક મહિનાનો સમય મળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના CM અશોક ગેહલોત પણ રાહુલ ગાંધી સાથે હાજર રહેશે.
બપોર સુધીમાં રાહુલ ગાંધી સુરત ખાતે આવી પહોંચશે.
આજે બપોર સુધીમાં રાહુલ ગાંધી સુરત ખાતે આવી પહોંચશે. તેમની સાથે દિલ્હીથી વકીલોની ટીમ તેમજ નેતાઓ પણ આવવાના છે. રાહુલ ગાંધી સુરતમાં આવતા હોવાની સાથે જ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ સુરતમાં ધામા નાખ્યા છે. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી પર મોદી અટકને લઇ વિવાદિત નિવેદન પર માનહાનીનો કેસ કર્યો હતો. જેને લઇને સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી. તમને જણાવી દઈએ કે, સમગ્ર કેસને દિલ્લીના વરિષ્ઠ વકીલ હેન્ડલ કરશે. આ મુદ્દે જ રાહુલ આજે દિલ્લીના વકીલોની ટીમ સાથે અપીલ કરશે હવે સૌ કોઈની નજર આ અપીલ પર રહેશે.
શું હતો સમગ્ર મામલો?
રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019ના રોજ મોદી સરનેમ પર વિવાદિત ટિપ્પણી કરી હતી. કર્ણાટકમાં એક ચૂંટણીની રેલીમાં રાહુલ ગાંધીએ મોદી સરનેમને ચોર ગણાવી હતી. ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ મોદી સરનેમ મામલે માનહાનિનો કેસ કર્યો હતો અને સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતાં. જે મુદ્દે રાહુલ ગાંધીને બે વર્ષની સજા થઈ. સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને તાત્કાલિક જામીન પણ આપ્યા હતા.
વિવાદથી ઘરાયેલા રાહુલ ગાંધી!
કર્ણાટકમાં ચૂટંણી દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને ચોર ગણાવી હતી તેમજ ભારત જોડો યાત્રા દરમિયાન વીર સાવરકરને અંગ્રેજોના સેવક તરીકે ગણાવ્યા હતા. ભારત જોડો યાત્રામાં KGF-2ના ગીતનો ઉપયોગ કરવા બદલ રાહુલ ગાંધી સામે કેસ દાખલ થયો હતો. તો એક ચૂંટણી રેલીમાં મહાત્મા ગાંધીની હત્યા માટે કથિત રીતે RSSને રાહુલ ગાંધીએ જવાબદાર ઠેરવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590