ભાણવડ સ્થિત મહાજન ગૌશાળાના મુકેશભાઈ સંઘવી તથા એનિમલ લવર્સ ગ્રુપના એ.આર. ભટ્ટ સાથે અહીંના જાણીતા સેવાભાવી એનિમલ કેર ટ્રસ્ટના દેશુરભાઈ ધમા અને અશોકભાઈ સોલંકી સાથે ખંભાળિયા નગરપાલિકાના સેનિટેશન સ્ટાફ દ્વારા આ અંગે આયોજન કરી અને પાલિકાના કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય દ્વારા શહેરમાં રખડતા ઢોરને ખાસ વાહન મારફતે વ્યવસ્થિત રીતે ભાણવડની મહાજન ગૌશાળામાં પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ખંભાળિયા શહેરમાં રસ્તે રઝળતા ઢોરથી નગરજનો ત્રસ્ત બની ગયા છે. શહેરમાં રખડતા ઢોરના ત્રાસથી થતી પરેશાનીના સંદર્ભે ખંભાળિયા નગરપાલિકાની તાજેતરમાં યોજાઈ ગયેલી સામાન્ય સભામાં આવા ઢોર માટે ખાસ જોગવાઈનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590