Latest News

નિઝરના ગુજ્જરપૂર ગામ ખાતે ગંજી પાનાનો જુગાર રમતા ૧૨ જુગારીઓ ઝડપાયા,૮૮ હજારનો મુદ્દામાલ જપ્ત

Proud Tapi 25 Mar, 2024 07:14 AM ગુજરાત

મહેશ પાડવી (પ્રતિનિધિ ) : નિઝર પોલીસ સ્ટાફના માણસોએ ગુજ્જરપૂર ગામ ખાતે ગેરકાયદેસર ગંજી પાનાનો પૈસા પર હાર જીતનો જુગાર રમતા ૧૨ જુગારીઓને ઝડપી પાડયા હતા.તેમજ સ્થળ પરથી ૮૮ હજાર કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

નિઝર પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,  ગુજ્જરપૂર ગામના વલકા ફળિયામાં  સ્ટ્રીટ લાઈટના અજવાળામાં કેટલાક માણસો ગંજીપાનાનો પૈસા પર હારજીતનો જુગાર રમે છે.જે બાતમીના આધારે નિઝર પોલીસ સ્ટાફના માણસોએ ગુજ્જરપૂર ગામના વલકા ફળિયામાં રેડ કરી હતી.ત્યારે કેટલાક ઈસમો ગેરકાયદેસર રીતે ગંજી પાનાનો પૈસા પર હારજીતનો જુગાર રમતા જોવા મળ્યા હતા.

ત્યારે પોલીસે સ્થળ પરથી કુલ 12 જુગારીઓની અટકાયત કરવામાં આવી હતી.તેમજ સ્થળ પરથી કુલ રોકડા રૂપિયા ૫૭૩૨૦/- તથા મોબાઇલ નંગ ૦૭ જેની કિમંત ૩૦,૫૦૦/- એમ મળી કુલ કિંમત રૂપિયા  ૮૮,૨૨૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.નિઝર પોલીસે આ અંગે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,નિઝર તાલુકાના ગુજ્જરપૂર ગામે છેલ્લાં ઘણા સમયથી જુગાર રમાડનાર  મુખ્ય સૂત્રધાર ચિત્રસિંગ ઉર્ફે બહેરો સરવરસિંગ વળવી (રહે.રાયગઢ તા.નિઝર જી.તાપી ) પોલીસની રેડમાં ભાગી જતો હતો,જ્યારે આ વખતે નિઝર પોલીસ આ મુખ્ય સૂત્રધારને પણ ઝડપી પાડ્યો છે.આ ચિત્રસિંગ ઉર્ફે બહેરો સરવરસિંગ વળવી (રહે.રાયગઢ તા.નિઝર જી.તાપી )  પર ભૂતકાળમાં દારૂ અને  જુગારના અનેક  કેસો પોલીસ ચોપડે નોંધાયા છે.

પોલીસ રેડ દરમિયાન જુગાર રમતા  પકડાયેલા જુગારીઓ

1) વિપુલ દિનકર વળવી       (રહે.બેજ તા. કુકરમુંડા જી.તાપી)
2) કમલેશ રાયસિંગ વળવી  (રહે.ફુલવાડી તા. કુકરમુંડા જી.તાપી )
3) અનિલ ચિમન વસાવે      (રહે. 
ગુજ્જરપૂર​​​​​​​ તા.નિઝર જી.તાપી)
4) સુરેશ કરણસિંગ વસાવે   (રહે.પિપરીપાડા ,તા.નિઝર જી.તાપી)
5) ચિત્રસિંગ ઉર્ફે બહેરો સરવરસિંગ વળવી (રહે.રાયગઢ તા.નિઝર જી.તાપી )
6) કંથડ મગન નાઈક           (રહે.
ગુજ્જરપૂર​​​​​​​​​​​​​​ તા.નિઝર જી.તાપી)
7) સંજય જગન કોકણી       (રહે.મહેંદીપાડા જી. નંદુરબાર મહારાષ્ટ્ર)
8) રાકેશ ઉત્તમ ઈન્દવે         (રહે.લક્ષ્મીખેડા તા.નિઝર જી.તાપી )
9) નિતેશ જગન વસાવે        (રહે.વેડાપાડા તા.નિઝર જી.તાપી)
10) રોહિત ભિમસિંગ પાડવી (રહે.
ગુજ્જરપૂર તા.નિઝર જી.તાપી)
11) ગણેશ મિલીન્દ  નાઇક  (રહે.
ગુજ્જરપૂર તા.નિઝર જી.તાપી)
12) રામસિંગ પ્રભુ વળવી     (રહે.
ગુજ્જરપૂર તા.નિઝર જી.તાપી)

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post