સુરતના રાંદેરમાં રહેતા આધેડના મિત્રએ તેની દીકરી પર દાનત બગાડી હતી.મિત્રતામાં અવારનવાર ઘરે આવતા આધેડે એકલતાની લાભ લઇ મિત્રની 13 વર્ષની દીકરી પર બળાત્કાર ગુજાર્યો હતો.
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા આધેડના મિત્રએ તેની જ દીકરી પર દાનત બગાડી હતી. મિત્રતામાં અવારનવાર ઘરે આવતા આધેડે એકલતાની લાભ લઇ મિત્રની 13 વર્ષની દીકરી પર બળાત્કાર ગુજાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જો કે, આ ઘટના બાદ જમવાનું લેવાની લાલચ આપી પ્રાઈમ આર્કેડની પાછળ ગાર્ડનમાં લઈ જઈ ત્યાં પણ કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો અને ગર્ભવતી બનાવી દીધી હતી. છ મહિના બાદ કિશોરી ગર્ભવતી હોવાનું સામે આવતા આખો મામલો સામે આવ્યો હતો. આ ઘટનાને પગલે કિશોરીના પિતાએ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીની અટકાયત કરી હતી.
આરોપી એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યુ
મળતી માહિતી પ્રમાણે,સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા આધેડનો મિત્ર પાલ કેનાલ રોડ પર આભૂષણ રેસીડેન્સીમાં નવીન દામજીભાઈ ડાવરા રહે છે. નવીન અવારનવાર મિત્રના ઘરે આવતો હતો. એકાદ વર્ષ અગાઉ નવીન જ્યારે ઘરે આવ્યો ત્યારે કોઈ હાજર નહોતું અને મિત્રની 13 વર્ષની દીકરી ઘરમાં એકલી સુતી હતી. આ તકનો લાભ ઉઠાવી ઘરમાં સુતેલી દીકરી સાથે જબરદસ્તી કરી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને આ વાતની જાણ કોઈને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. તેથી કિશોરીએ આ વાતની જાણ કોઈને કરી ન હતી.
ત્યાર બાદ છ-સાત મહિના અગાઉ પણ ફરીથી કિશોરીને મિત્રના ઘરે આવી ‘જમવાનું લેવા જવું છે અને દીકરીને સાથે લઈ જાઉં છું’ તેમ કહીને અડાજણમાં પ્રાઈ માર્કેટ ની પાછળ આવેલા એક ગાર્ડનમાં લઈ ગયો હતો. ત્યાં પણ કિશોરીને ધમકાવી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ નવીન ફરાર થઈ ગયો હતો. પરંતુ છ મહિના પહેલાંની ઘટના બાદ કિશોરીને અચાનક પેટમાં દુખાવો થતાં તેને તેના પિતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં કિશોરી ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું.
ગર્ભવતી થતાં ભાંડો ફૂટ્યો
ત્યારબાદ કિશોરીએ સમગ્ર ઘટના અંગે પરિવારજનોને જણાવ્યું હતું. ત્યારે પરિવારજનોએ આ ઘટના અંગે રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. ત્યારે પોલીસે સ્મીમેર હોસ્પિટલ પહોંચી કિશોરીનું નિવેદન લીધું હતું. જેમાં તેના પિતાના મિત્ર નવીન ડાવરાની કરતૂતો સામે આવી હતી. પોલીસે નવીન સામે બળાત્કારનો ગુનો દાખલ કરી તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590