સોનગઢ ના નવા આરટીઓ ચેકપોસ્ટ પાસે રીક્ષામાંથી શંકાસ્પદ માંસ મળી આવેલ હતો.જે બાદ પોલીસ દ્વારા તે માંસ નું FSL કરાવવામાં આવ્યું હતું. જેમાં શંકાસ્પદ લાગતા માંસ ગૌ માસ હોવાનું પુરવાર થયું હતું.ત્યારે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ નવા આરટીઓ ચેકપોસ્ટ પાસેથી રવીશ ગેમુ ગામીત ની રીક્ષા રજી.નં.GJ -19-U- 6054 માંથી શંકાસ્પદ ૧૫૦ કિગ્રા માંસ ઝડપી પાડ્યો હતો. જે બાદ પોલીસે તે શંકાસ્પદ માંસ ને FSL માટે મોકલ્યું હતું. ત્યારે FSL ના રિપોર્ટમાં ગૌમાંસ હોવાનું પુરવાર થયું હતું. જે બાદ સોનગઢ પોલીસ મથકે ફરીયાદ નોંધાવવામાં આવી હતી.તેમજ રીક્ષા ચાલકને ઝડપી પાડવામાં આવ્યો હતો.અને નવાપુરા થી ગૌમાંસ લાવનાર શબ્બીર કુરેશીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.સોનગઢ પોલીસે આ અંગે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590