વ્યારા તાલુકાના એક ગામમાં એક માજી ભૂલા પડી ગયા હતા.ત્યારે જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ ટીમનો સંપર્ક કર્યો હતો.જે બાદ ૧૮૧ અભયમ ટીમે માજીની મદદ કરી હતી.અને તેમના પરિવાર સાથે પુનઃ મિલાપ કરાવ્યો હતો.
વ્યારા તાલુકાના એક ગામમાંથી એક જાગૃત નાગરિક એ તાપી ૧૮૧ મહિલા હેલ્પલાઇન નો સંપર્ક કર્યો હતો અને એક અજાણી માજી ભુલા પડેલ છે.અને અહી આજે આવી બેસી રહ્યા છે.તે અંગેની માહિતી આપવામાં આવી હતી.ત્યારે તાત્કાલિક ૧૮૧ અભયમ ટીમ સ્થળ પર પહોંચી હતી.જે બાદ ૧૮૧ અભયમ ટીમે પીડિત મહિલાનો કાઉન્સિલિંગ કરીને આશ્વાસન આપીને વાતચીત કરી હતી. ત્યારે આ મહિલા સોનગઢ તાલુકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ ૧૮૧ અભયમ ટીમ એ તે ગામના સરપંચ નો સંપર્ક કર્યો હતો અને મહિલાના પરિવારને શોધી, પરિવાર નો સંપર્ક કરવામાં આવ્યો હતો.ત્યારે પીડિત મહિલા અસ્થિર મગજ ન હોવાથી ઘરેથી ક્યાં જતા રહ્યા હોવાનું પરિવારે જણાવ્યું હતું. તેમજ ૧૮૧ ટીમ એ પીડિત મહિલાને તેમના પરિવાર સાથે મિલાપ કરાવી સરાહનીય કામગીરી કરી હતી.અને આગળથી પિરિયડ મહિલા નું ધ્યાન રાખવા અંગે અને મેડિકલ ટ્રીટમેન્ટ કરાવવા માટે પણ ૧૮૧ અભયમ ટીમે સલાહ -સૂચનો કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590