તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ ડોલવણના આશ્રમ ફળિયા ખાતેથી કારમાં લઈ જવાતા દારૂના જથ્થાને ઝડપી પાડ્યો હતો.તેમજ દારૂના જથ્થા સહિત અંદાજે ૩.૭૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.અને કાર ચાલક નાસી છૂટતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,એક સફેદ કલરની સ્વીફ્ટ કાર નં.- GJ-26-A-6179 માં રાજુ રમણ ચૌધરી (રહે.જામણીયા તા.વાલોડ જી.તાપી)તેની કારમાં ઇંગ્લીશ દારૂ ભરીને મહુવા તરફથી આવતો હતો. તે દરમિયાન મહુવામાં ખાનગી વાહનો ને ટક્કર મારી ડોલવણ તરફ ભાગેલ છે.જે બાતમી ના આધારે તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ ડોલવણ ખાતે શોધખોળ હાથ ધરી હતી.અને આશ્રમ ફળિયા ખાતેથી તે કારને ઝડપી પાડી હતી.જોકે કારચાલક રાજુ રમણ ચૌધરી હતો.પોલીસે કુલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૭૪,૪૦૦/- તથા મોબાઇલ નંગ -૧ જેની કિંમત રૂપિયા ૫૦૦ /- તથા કાર જેની કિંમત રૂપિયા ૩ લાખ એમ મળી કુલ કિંમત રૂપિયા ૩,૭૪,૯૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પોલીસે રાજુ રમણ ચૌધરી ને વોન્ટેડ જાહેર કર્યો હતો.ડોલવણ પોલીસ મથકે આ અંગેનો ગુનો નોંધી વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590