ગુજરાતમાં કોરોનાના કેસના આંકડા સતત વધી રહ્યા છે. ત્યારે આજે કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસમાં જ છ લોકોએ જીવ ગુમાવ્યો છે.
ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે . જેમાં તા.18મી એપ્રિલે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 304 કેસ નોંધાયા છે.જેમાં અમદાવાદમાં સૌથી વધુ 91 કેસ નોંધાયા છે. જ્યારે 370 દર્દીઓને રજા આપવામાં આવી છે. મહત્ત્વનું છે કે, છેલ્લા ત્રણ દિવસમાં કોરોના વાયરસના કારણે 6 દર્દીના મોત નીપજ્યા હતા. કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે અને જો કોઈપણ લક્ષણો દેખાય તો તાત્કાલિક તેની સારવાર કરાવવી જોઈએ.
આવો જાણીએ ક્યાં કેટલા કેસ નોંધાયા
અમદાવાદ કોર્પોરેશન - 90, સુરત કોર્પોરેશન - 30, વડોદરા કોર્પોરેશન - 30, મહેસાણા - 19, વલસાડ - 14, ગાંધીનગર - 12, સુરત - 12, ભરૂચ - 10, સાબરકાંઠા - 10, અમરેલી - 9, પાટણ - 9, ગાંધીનગર કોર્પોરેશન - 7, રાજકોટ કોર્પોરેશન - 7, બનાસકાંઠા - 5, મોરબી - 5, રાજકોટ - 5, આણંદ - 4, વડોદરા - 4, બોટાદ - 3, ગીર સોમનાથ - 3, નવસારી - 3, કચ્છ - 2, નર્મદા - 2, પંચમહાલ - 2, સુરેન્દ્રનગર - 2, તાપી - 2, અમદાવાદ - 1, ભાવનગર કોર્પોરેશન - 1, જામનગર કોર્પોરેશન - 1
આમ, સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 304 કેસ નોંધાયા છે. તો બીજી તરફ, 370 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 2149 એક્ટિવ કેસ છે. આ ઉપરાંત 06 જેટલા દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
આ ઉપરાંત 2143 દર્દીની તબિયત સ્થિર છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ 11072 દર્દીના મોત નીપજ્યા છે. તો 12 લાખથી વધુ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનામાં કોરોના વાયરસના કેસમાં ઉછાળો જોવા મળ્યો હતો અને ત્યારબાદ સતત કોરોના વાયરસના નવા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590