લોકપ્રશ્નોના નિષ્ઠાપૂર્વક નિરાકરણ માટેનો કાર્યક્રમ-સ્વાગત કાર્યક્રમને ૨૦ વર્ષ પુરા થયા છે. જાહેર જનતાના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા 'સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ'નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત, તાપી જિલ્લામાં તા.૨૪ એપ્રિલના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ હેઠળ કુલ-૧૨૪૮ અરજીઓ નોંધવામાં આવી હતી. જેમાં સોનગઢ તાલુકામાં-૩૮૧ અરજીઓ, વાલોડ તાલુકામાં કુલ-૭૫ અરજીઓ, નિઝરમાં ૧૦૫, ડોલવણમાં ૧૮૬, ઉચ્છલમાં ૧૪૩, વ્યારામાં ૨૮૩, સોનગઢમાં ૩૮૧ કુકરમુંડામાં ૭૫ અરજીઓ નોંધાઇ હતી. આમ જિલ્લામાં કુલ-૧૨૪૮ અરજીઓ નોંધાઇ હતી જેમાંથી ગતરોજ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ૩૨૮ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવી હતી. આ ઉપરાંત ૪ અરજીઓનો નકારાત્મક નિકાલ મળી કુલ-૩૩૩ અરજીઓનો નિકાલ કરવામાં આવેલ છે. આ અરજીઓમાંથી ૧૫૭ અરજીઓને રૂબરૂ સાંભળવામાં આવી અને ૯૧૫ અરજીઓનો નીકાલ પેન્ડિંગ રાખવામાં આવ્યા છે.
આ કાર્યક્રમ દરમિયાન અરજદારો દ્વારા પાણી સંબંધિત, વિજ કનેકશન, શાળા, આંગણવાડીના મકાનો અંગે, રોડ રસ્તા રીપેરીંગ અંગે, મનરેગા, લાઇબ્રેરી જેવા વિવિધ પ્રશ્નોની નોંધ લેવામાં આવી હતી. નોંધનિય છે કે, "સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” હેઠળ મળેલ પ્રશ્નોના ઉકેલ માટેનો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તારીખ ૨૪-૦૪-૨૦૩ થી ૨૬ એપ્રિલ-૨૦૨૩ સુધી તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન આવેલ છે અને તારીખ ૨૭-૦૪-૨૦૨૩ નાં રોજ જિલ્લા સ્વાગત યથાવત રાખવામાં આવેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590