સોનગઢ પોલીસે વાંકવેલ ગામ ખાતેથી ગેરકાયદેસર રીતે વરલી મટકાનો પૈસા પર હારજીતનો જુગાર રમતા 5 જેટલા જુગારીઓ ઝડપાયા હતા.તેમજ કુલ કિંમત રૂપિયા 5.59 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.અને 7 ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,વાંક વેલ ગામ ખાતે સુશિલ પ્રકાશ જાદવ ના રહેણાંક ઘરમાં વરલી મટકાનો ગેરકાયદેસર રીતે જુગાર રમવામાં આવી રહ્યો છે.જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ સનસિટી સોસાયટીમાં રહેતા સુશિલ પ્રકાશ જાદવ ના ઘરે રેડ કરી હતી.અને સ્થળ પરથી (૧) સુરજીત ઉર્ફે ગોલુ રોહિત અગ્રવાલ (રહે.ઉકાઈ તા.સોનગઢ જી.તાપી),(૨)વિવેક શિવાજી ભદાણે (રહે.વાંકવેલ,તા.સોનગઢ, જી.તાપી)
,(૩)નરેશ બંસી નેરકર(રહે.ઉકાઇ, તા.સોનગઢ, જી.તાપી),(૪) ચિરાગ ધિરજ પેરપલ્લી (રહે.સનસિટી સોસાયટી.વાંકવેલ,તા.સોનગઢ, જી.તાપી),(૫)સુશિલ પ્રકાશ જાદવ (રહે. સનસિટી સોસાયટી વાંકવેલ. તા.સોનગઢ, જી.તાપી) ને ઝડપી પડ્યા હતા.તેમજ સ્થળ પરથી રોકડા 29,050/- તથા મોબાઇલ નંગ -6 જેની કિંમત રૂપિયા 30 હજાર તથા મોટરસાયકલ નંગ 3 જેની કિંમત રૂપિયા 1 લાખ તથા ફોર વ્હીલર જેની કિંમત રૂપિયા 4 લાખ એમ મળી કુલ કિંમત રૂપિયા 5,59,040/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.સોનગઢ પોલીસ એ આ અંગે ગુન્હો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વોટસએપ પર મેસેજ દ્વારા વરલી મટકાનો આંક લખાવતા ૭ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા
(૧) સતિષ ઉર્ફે ગેમજી દેવિદાસ વસાવા, (રહે.કુઇદા, તા-ઉચ્છલ. જી.તાપી),
(૨)દિનેશ આલુવળવી.(રહે.નારાયણપુર. તા-ઉચ્છલ. જી.તાપી),
(૩)રાજુ કાથુડ +રહે.નારાયણપુર, તા.ઉચ્છલ, જી.તાપી),
(૪)જતનભાઇ વસાવે(રહે.કરોડ. તા.ઉચ્છલ, જી.તાપી)
(૫)ભોલેશ ઉર્ફે ભોલા ભિમસીંગભાઇ વળવી. (રહે.કરોડ, તા-ઉચ્છલ જી.તાપી),
(૬)સુનિલ રવિદાસભાઇ વસાવા(રહે.ફુલવાડી. તા-.ઉચ્છલ. જી.તાપી),
(૭)વિક્કી સુભાષભ પાડવી. (રહે-નારણપુર, તા.ઉચ્છલ જી.તાપી).
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590