Latest News

વ્યારાના ઇન્દુ ગામ ખાતે ગેરકાયદેસર રીતે ગંજીપાનાનો જુગાર રમતા ૫ જુગારીઓ ઝડપાયા,૧૯ હજારનો મુદ્દામાલ જપ્ત

Proud Tapi 09 Mar, 2024 02:40 PM ગુજરાત

તાપી જિલ્લા એલસીબી તથા પેરોલ-ફર્લો સ્કોર્ડ એ  વ્યારા તાલુકાના ઇન્દુ ગામ ખાતેથી ગેરકાયદેસર રીતે ગંજી પાનાનો પૈસા પર હાર જીતનો જુગાર રમતા ૬ જુગારીઓને ઝડપી પાડ્યા હતા.તેમજ ૧૯ હજાર કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

તાપી જિલ્લા એલ સી બી તથા પેરોલ-ફર્લો સ્કોર્ડ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે,કાકરાપાર પોલીસ મથકની હદમાં આવેલ ઈન્દુ ગામમાં ભાવના બેકરી ની બાજુમાં આવેલ જુનુ ખુલ્લા મકાનની દિવાલ પાછળના ભાગે કેટલાક ઇસમો ગંજી પાનાનો પૈસા પર હારજીતનો જુગાર રમી રહ્યા છે.જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ રેડ કરી હતી.અને સ્થળ પરથી ગેરકાયદેસર રીતે ગંજી પાનાનો જુગાર રમતા (૧) અતીશ બીરેનભાઇ કુશ્વાહા, (ઉ.વ.૨૬, રહે. ભાવના બેકરી ઇન્દુ ગામ તા.વ્યારા જી.તાપી મુળ રહે.ગામ-કુવા ખેડા થાના કદવરા તા. કલપી જી.જાલોન યુ.પી. ),(૨) સાહબસીંગ માનસીંગ ચોધરી(ઉ.વ.૨૭, રહે. ભાવના બેકરી ઇન્દુ ગામ તા.વ્યારા જી.તાપી મૂળ રહે.ગામ-મુરલી પુર થાના ખટોન તા.માધવગઢ જી.જાલોન યુ.પી. ),(૩) હરીઓમ ગોવિંદદાસ પરમાર ( ઉ.વ.૪૫, રહે. ભાવના બેકરી ઇન્દુ ગામ તા.વ્યારા જી.તાપી મૂળ રહે.ગામ- લોહાગઢ થાના.સમશાન તા.મોઢ જી.ઝાંસી યુ.પી.), (૪) શીવપુજનસીંગ શ્રીરામનારાયણ ચોધરી (ઉ.વ.૨૭, રહે. ભાવના બેકરી ઇન્દુ ગામ તા.વ્યારા જી.તાપી મૂળ રહે.ગામ-મૈયા કાસ થાના. તા.જી.જાલોન યુ.પી.), (૫) હરીદાસ દુરામ પ્રજાપતિ (ઉ.વ.૫૦, રહે. ભાવના બેકરી ઇન્દુ ગામ તા.વ્યારા જી.તાપી મૂળ રહે.ગામ-વાવલી થાના કઠોન તા.માધુગઢ જી.જાલોન યુ.પી) એમ મળી કુલ 5 ની અટકાયત કરવામાં આવી હતી.તેમજ સ્થળ પરથી જુગારના દાવ ઉપર મુકેલ રોકડા રૂપિયા ૧૫૦૦/- તથા અંગઝડતી દરમ્યાન મળી આવેલ રોકડા રૂપિયા ૯,૪૦૦/- તથા  મોબાઈલ નંગ- ૦૫ જેની કિંમત રૂપિયા ૮,૫૦૦/- એમ મળી કુલ કિંમત રૂપિયા ૧૯,૪૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. કાકરાપાર પોલીસ મથકે આ અંગે ગુન્હો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post