વાલોડના અંબાચ ગામના વિસ્તારમાં ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડી સ્થળ પરથી એક કાર, એક મોપેડ અને ઈંગ્લીશદારુ સહિત કુલ રૂપિયા ૫.૬૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જોકે આરોપીઓ અંધારાનો લાભ લઇ નાશી છુટ્યા હતા, આરોપીઓની ઓળખ થતા કણજોડ ગામનો નયન ઉર્ફે સમીરો યોગેશભાઈ ચૌધરી સહિત ચાર જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ વાલોડના કણજોડમાં રહેતો બુટલેગર નયન ઉર્ફે સમીરો યોગેશભાઈ ચૌધરી મોટાપાયે દારૂ ઉતારવાનો હોવાની બાતમી ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલને મળેલ જે બાતમીના આધારે ગતરોજ વાલોડના અંબાચ ગામના નદીપાર ફળીયામાંથી પસાર થતી વાલ્મીકી નદી કિનારે સ્વીફ્ટ કારમાંથી દારૂ ભરેલા બોક્સ નીચે ઉતરતા હોય સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા, જોકે પોલીસ સ્ટાફના માણસોને જોઈ સ્થળ પરથી આરોપીઓ અંધારાનો લાભ લઇ નાશી છુટ્યા હતા. બાદમાં સ્વીફ્ટ કાર નંબર જીજે/૨૬/એન/૧૦૦૪માં તપાસ કરતા કારમાંથી દારૂની બોટલો નંગ ૧૯૮૫ જેની કિંમત રૂપિયા ૧,૩૩,૬૨૫/- નો પ્રોહી મુદ્દામાલ મળી આવ્યો હતો, જયારે મોપેડ નંબર જીજે/૨૬/એસી/૦૨૫૪ ની ડીકીમાંથી કિંમત રૂપિયા ૫ હજારના બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા.
આ બનાવમાં સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસકર્મીની ફરિયાદના આધારે સ્વીફ્ટ કાર અને મોપેડ, મોબાઈલ ફોન અને ઈંગ્લીશદારૂ મળી કુલ રૂપિયા ૬,૬૮,૬૨૫/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જયારે ઈંગ્લીશદારૂ મંગાવનાર કણજોડનો બુટલેગર નયન ઉર્ફે સમીરો યોગેશભાઈ ચૌધરી સહિત કારનો ચાલક,ક્લીનર અને દારૂ ભરી આપનાર સહિત કુલ ચાર જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590