મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરની પેન્શન એન્ડ પ્રોવિડન્ડ ફંડ નિયામકની કચેરીની ઓચિંતી મુલાકાતે મંગળવાર તા.૨૮-૦૨-૨૦૨૩ ના રોજ સાંજે પહોંચ્યા હતા.વિધાનસભાનું અંદાજપત્ર સત્ર હાલ ચાલી રહ્યું છે ત્યારે મંગળવારે બે બેઠકો હોવાથી મુખ્યમંત્રીના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તેઓ સમગ્ર દિવસ દરમિયાન વિધાનસભા કાર્યાલયમાં ઉપસ્થિત રહેવાના હતા. મુખ્યમંત્રી પોતાના આ પૂર્વનિર્ધારિત કાર્યક્રમમાં અચાનક જ ફેરફાર કરીને કોઈને જાણ કર્યા વગર સાંજના સમયે જૂના સચિવાલયના બ્લોક નંબર-૧૮માં આવેલી પેન્શન એન્ડ પ્રોવિડન્ડ ફંડ નિયામકની કચેરી ની ઓચિંતી મુલાકાતે પહોંચી ગયા હતા.
તેમણે કચેરીના અધિકારી/કર્મચારીઓ સાથે સીધી વાતચીત કરીને કામગીરીની વિગતો મેળવી હતી.મુખ્યમંત્રીએ આ કચેરીમાં પોતાના કામ અર્થે આવેલા વરિષ્ઠ પેન્શનર્સ અને અન્ય અરજદારો સાથે પણ સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ ઓચિંતી મુલાકાત થી પેન્શન એન્ડ પ્રોવિડન્ડ ફંડ નિયામકની કચેરીના કર્મયોગીઓ આશ્ચર્ય અનુભવવા સાથે મુખ્યમંત્રીના જનસંવેદના પૂર્ણ અભિગમથી પ્રભાવિત થયા હતા. મુખ્યમંત્રીની આ ઓચિંતી મુલાકાત ની જાણ થતાં જ મુખ્ય સચિવ રાજકુમાર,નાણાં વિભાગના અગ્ર સચિવ ગુપ્તા,અગ્ર સચિવ મોના ખંધાર પણ પેન્શન પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરીએ પહોંચ્યા હતા અને મુલાકાતમાં જોડાયાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590