પ્રાદેશિક માહિતી કચેરી-સુરત ખાતે દક્ષિણ ગુજરાત ઝોનના કાર્યક્ષેત્રમાં આવતી જિલ્લા માહિતી કચેરીઓની અધિકારીઓ સાથે ઈ.સંયુક્ત માહિતી નિયામક હેતલ દવેના અધ્યક્ષસ્થાને કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી.બેઠકમાં સંયુક્ત માહિતી નિયામકે પ્રસારપ્રચારની પરિમાણ લક્ષી કામગીરી અને વહીવટી કાર્યપ્રણાલીને સુદ્રઢ કરવા માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત પાક્ષિક છેવાડાના વિસ્તારો સુધી પહોંચે અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ સામાન્ય નાગરિકો મેળવે તેવી ફળદાયી કામગીરી અને કચેરીની સફાઈ/સ્વચ્છતા ની જાળવણી કરવાની હિમાયત કરી હતી. બેઠકમાં વિવિધ યોજનાઓની સાફલ્યગાથાઓ તૈયાર કરવી,એ.જી.ના પારાઓનો નિકાલ, ફાઈલ વર્ગીકરણ, પડતર બિલો, ગુજરાત પાક્ષિકના લવાજમો, સોશિયલ મીડિયાનો મહત્તમ ઉપયોગ કરીને વધુમાં વધુ પ્રચાર-પ્રસારની કામગીરીને વધુ વેગવંતી બનાવવા પર ભાર મૂક્યો હતો.બેઠકમાં નાયબ માહિતી નિયામક નિખિલેશ ઉપાધ્યાય, નાયબ માહિતી નિયામક(ભરૂચ) ભાવના વસાવા, નવસારી જિલ્લાના સહાયક માહિતી નિયામક યજ્ઞેશ ગોસાઈ, તાપી જિલ્લાના સહાયક માહિતી નિયામક નિનેશ ભાભોર, ડાંગના ઈ.સહાયક માહિતી નિયામક મનોજ ખેંગાર, સુરતના ઈ.એ.ડી.આઈ. મહેન્દ્ર વેકરીયા, અધિક્ષક(વલસાડ) અક્ષય દેસાઈ, સિનિયર સબ એડિટર(નર્મદા) ઉર્મિલા માહલા ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590