કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી
કરાઈ પોલીસ એકેડેમીમાં ૪૦ લાખ રૂપિયાની લાંચ આપીને એક યુવક કોઈપણ જાતની લેખિત કે શારીરિક પરીક્ષા આપ્યા વગર જ સીધો જ કરાઈ પોલીસ એકેડેમી માં પીએસઆઈ તરીકે તાલીમ લઈ રહ્યો છે. એવો આક્ષેપ થતાં જ સરકારે તપાસ હાથ ધરી હતી. જેમાં એક યુવક જાન્યુઆરી મહિનાથી કરાઈ એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહ્યો હોવાનું બહાર આવતાં ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે આજે આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં હોબાળો કર્યો હતો. ત્યાર બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ વોક આઉટ કર્યો હતો. બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. કોંગ્રેસના ધારાસભ્યોએ ભરતી કૌભાંડને લઈને ગૃહમાં ચર્ચાઓ કરવાની માંગ કરી હતી. ત્યારે ભાજપના ધારાસભ્યએ નિયમ મુજબ કાર્યવાહી કરવાની વાત કરી હતી.ત્યારે વિપક્ષના ધારાસભ્યોએ ગૃહમાં પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો.
કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી હતી.આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ સરકાર અને પોલીસ ભરતી ની પ્રક્રિયા પર સણસણતો આક્ષેપ કર્યો હતો કે ૪૦ લાખ રૂપિયાની લાંચ આપીને એક યુવક કોઈપણ જાતની લેખિત કે શારીરિક પરીક્ષા આપ્યા વગર જ સીધો જ કરાઈ પોલીસ એકેડેમી માં પીએસઆઈ તરીકે તાલીમ લઈ રહ્યો છે.આ અંગેના પુરાવા પણ મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવતા સરકાર તરત જ એક્શનમાં આવી ગઈ હતી અને ગુપ્ત તપાસ હાથ ધરતાં વાસ્તવમાં ખોટા દસ્તાવેજોના આધારે એક યુવક જાન્યુઆરી મહિનાથી કરાઈ એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહ્યો હોવાનું બહાર આવતાં ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590