શનિવારથી ગુજરાતના વિવિધ ભાગોમાં થોડા દિવસો સુધી હળવા વરસાદની શક્યતા છે.આ પહેલા શુક્રવારે ઘણા શહેરોનું તાપમાન 39 ડિગ્રી કે તેથી વધુ નોંધાયું હતું.વધતા તાપમાનના કારણે અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં લોકો ગરમીથી પરેશાન જોવા મળ્યા હતા.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે બનાસકાંઠા, દાહોદ, ડાંગ, નવસારી, જામનગર, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢમાં હળવો વરસાદ પડી શકે છે.આ પછી રવિવાર સિવાય સોમવારે દાહોદ,છોટાઉદેપુર,કચ્છ પોરબંદરમાં હળવા વરસાદની શક્યતા છે. સોમવારથી આગામી બે દિવસ સુધી ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પ્રદેશના કેટલાક ભાગોમાં વરસાદ ની સંભાવના છે.શુક્રવારે સુરત શહેરમાં રાજ્યમાં સૌથી વધુ 39.6 તાપમાન નોંધાયું હતું. જ્યારે વલ્લભવિદ્યાનગરમાં તાપમાન 39.2 ડિગ્રીએ પહોંચ્યું હતું. કચ્છના ભુજ અને સૌરાષ્ટ્રના કેશોદમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી, રાજકોટમાં 38.8, અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 38.7 અને વડોદરા શહેરમાં 38.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. વધતા તાપમાનના કારણે પવન પણ ગરમ બન્યો હતો. જેના કારણે લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590