સોનગઢ ના જુનાગામ SBI બેંક ખાતે 34 વર્ષીય મહિલા પૈસા જમા કરાવવા માટે ગયા હતા.ત્યારે કોઈ અજાણ્યા ચોર ઈસમે પૈસા ગણવાના બહાને લઈ લીધા હતા.અને હાથ ચાલાકી કરી મહિલાના 42 હજાર રૂપિયા લઇને ફરાર થઈ ગયો હતો.ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
સોનગઢના જૂનાગામ SBI બેંક ખાતે કંચન રવિન્દ્ર સોનાર (રહે.સોનગઢ તા.સોનગઢ જી.તાપી) નામની મહિલા બેંકમાં 1.70 લાખ રૂપિયા જમા કરાવવા માટે ગયા હતા.ત્યારે એક અજાણ્યા ઇસમે કહ્યું હતું કે,રૂપિયા નોટો વાઈઝ ગણી ભરવા પડે છે.જે બાદ મહિલાએ વિશ્વાસ રાખી અજાણ્યા ઇસમની રૂપિયા ગણવા મટે આપી દીધા હતા.ત્યારે અજાણ્યા ચોર ઈસમે હાથ ચાલાકી કરી મહિલાના ૪૨,૦૦૦/- રૂપિયા કાઢી લઈ ચોરી કરી હતી.અને ત્યાંથી નાસી છૂટયો હતો.ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.સોનગઢ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590