સોનગઢ તાલુકાના મલંગદેવ ગામ ખાતે ૪૬ વર્ષીય મહિલાનું ગળું કોઈક એ તીક્ષ્ણ હથિયારથી કાંપી નાંખી,મહિલાને મોતને ઘાટ ઉતારી હતી.ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.જોકે હજુ સુધી હત્યાનું કારણ અકબંધ જોવા મળી રહ્યું છે.
સોનગઢ તાલુકાના મલંગ દેવ ગામ ખાતે રહેતી અંજલી ગુલાબ ગામીત (ઉ.વ.૪૬) રાત્રિના સમયે પોતાના ઘરે સુઈ રહ્યા હતા.તે દરમિયાન રાત્રિના બારથી સવારના સાત વાગ્યાના અરસામાં કોઈક અજાણ્યા ઇસમે કોઇ કારણસર તેણીના ગળાના ભાગે બે તથા દાઢીના ભાગે એમ મળી કુલ ત્રણ તીક્ષ્ણ હથિયારના ઘા મારી દીધા હતા.ત્યારે મહિલાને ગંભીર ઈજા પહોંચતા લોહી નીકળવાથી મહિલાનું મોત નિપજ્યું હતું.જોકે હજુ સુધી હત્યાનું કારણ જાણી શકાયું નથી.તેમજ હત્યારો પણ પોલીસ પકડથી હજુ દૂર છે.હત્યાને લઈને સોનગઢ પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590