સોનગઢ ખાતે ટેમ્પો ના ભાડા બાબતે તથા ગ્રાહકી બાબતે ઝગડો થયો હતો.જે બાદ સમાધાન કરવાના બહાને મુસ્લિમ યુવકને બોલાવવામાં આવ્યો હતો.અને જૂની અદાવતમાં મુસ્લિમ યુવકોએ જ મુસ્લિમ યુવકની ચપ્પુ વડે હત્યા કરી દીધી હતી.ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
સોનગઢના અલીફ નગર ટેકરા ખાતે રહેતા નઝીમ મહેમુદ પઠાણ (ઉ.વ. ૨૮ ) ના ટેમ્પોમાં ઉચ્છલ તાલુકાના નારાયણપુર ગામ ખાતે કપડાનો ધંધો કરવા માટે તેમના ભાણેજ ફયાન પઠાણ અને ફોઈનો છોકરો અરબાજ અને ફરહાન ઊર્ફે બાબા નાસીર પઠાણ (રહે. ઈસ્લામપુરા ટેકરા સોનગઢ તા.સોનગઢ જી.તાપી ) સાથે ગયા હતા. તે વખતે ત્યાં ગ્રાહકી બાબતે અને ટેમ્પોના ભાડા સંબંધે બોલાચાલી થઇ હતી. જે બોલાચાલીનું સમાધાન કરવા માટે ગઈ કાલ તા.૨૨/૦૪/૨૦૨૪ ના રોજ રાત્રીના સાડા અગિયારેક વાગ્યે સોનગઢ જેસીંગપુરા ટેકરા ઉપર આવેલ વસીલા ચાની હોટલ સામે અકીલ નાસીર પઠાણ (રહે. ઈસ્લામપુરા ટેકરા સોનગઢ તા.સોનગઢ જી.તાપી ) અને ફરહાન ઊર્ફે બાબા નાસીર પઠાણ તથા તેનો નાનો ભાઇ (કાયદાના સંઘર્ષમા આવેલ કિશોર )એ નઝીમને બોલાવી ઝગડો કર્યો હતો.તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે પોતાના પાસે રાખેલ ચપ્પુ વડે નઝીમને છાતીમાં ડાબી બાજુ એક ગંભીર ઘા મારી ઇજા કરી હતી.અને ફરહાન ઊર્ફે બાબાએ લાતો વડે તેમજ અકીલ પઠાણ એ તલાવર બતાવી અને મુક્કા મારી નિઝામની હત્યા કરી હતી.ત્યારે નિઝમ ને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.પરંતુ ફરજ પરના ડોક્ટર એ તેને મૃત જાહેર કર્યો હતો.અને હત્યા કરનાર ત્રણેય આરોપીઓ હત્યા કરી નાસી છૂટયા હતા.
જોકે તાપી એલ સી બી તથા સોનગઢ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડયા હતા.પોલીસે બાતમીના આધારે (૧) અકિલ નાસીર પઠાણ (રહે.સોનગઢ ઈસ્લામપુરા ટેકરા,તા.સોનગઢ જી.તાપી )તથા (૨) ફરહાન ઊર્ફે બાબા નાસીર પઠાણ (રહે. સોનગઢ ઈસ્લામપુરા ટેકરા,તા.સોનગઢ જી.તાપી )તથા (3) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની અટકાયત કરવામાં આવી હતી.ત્યારે પોલીસ તપાસમાં જૂની અદાવતથી આવેશમાં આવી જઈ હત્યા કરેલ હોવાનું કબૂલ્યું હતું.ત્યારે સોનગઢ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590