સોનગઢ ખાતે ડમ્પરમાં મોટરસાયકલ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર બંને ઈસમોને ઇજાઓ પહોંચી હતી.અકસ્માતને લઈને પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
સોનગઢના બાપાસીતારામ નગર ખાતે રહેતા ભોલાગીરી લાખનગીરી ગોસ્વામી અને વિવેકગીરી પ્રકાશગીરી ગોસ્વામી પોતાના કબ્જાની મોટર સાયકલ રજી.નં. GJ-26-AF-5210 પર સવાર થઈ સુરતથી ધુલીયા તરફ જતા નેશનલ હાઇવે નં.૫૩ ઉપર આવેલ આશિર્વાદ હોટલ પરથી પસાર થઈ રહ્યા હતા.તે વેળાએ મોટર સાયકલ લઇ વળતા હતા. તે દરમ્યાન અચાનક આગળ ચાલતા એક ડમ્પર રજી. નં. GJ-26-T-4744 ના ચાલકે પોતાની કબ્જાની ડમ્પર પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ જતો હતો.અને ડમ્પરની સાઇટ લાઇટ બતાવ્યા વગર અચાનક વાળી દઈ બ્રેક મારી દેતા ડમ્પરની પાછળ મોટર સાયકલ અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અક્સ્માતમાં મોટરસાયકલ પર સવાર બંને ઇસમોને ઇજાઓ પહોંચી હતી.જોકે ડમ્પર ચાલક નાસી છૂટયો હતો.અક્સ્માત ને લઈને સોનગઢ પોલીસે ગુનો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590