વાલોડ તાલુકાના દાદરીયા સુગર ફેક્ટરીના ગેટની સામે બાઈક સવાર શંકરભાઈ પરસોત્તમભાઈ પટેલ રોડ ક્રોસ કરી રહ્યા હતા તે વેળાએ વેગેનાર ગાડી એ ટક્કર મારતાં ઇજા થઇ હતી, તેથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
વાલોડ તાલુકાના દાદરીયા ગામે દાદરિયા સુગર ફેક્ટરીના ગેટની સામેથી શંકરભાઈ પરસોત્તમભાઈ પટેલ ( ઉ. વ.૬૩ રહે. પટેલ ફળિયા, ગામ.હથુકા, તા.વાલોડ જી.તાપી) પોતાની બજાજ પ્લેટીના મોટર સાયકલ નંબર GJ - 26 - M - 1477 પર સવાર થઈ રોડ ક્રોસ કરી રહ્યા હતા તે વેળાએ વેગેનાર ગાડી નંબર GJ -05 - RA - 9632 ના ચાલકે ગાડી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મોટર સાયકલ સવારને ટક્કર મારી દીધી હતી.જોકે કાર ચાલક નાસી છૂટ્યો હતો. અકસ્માતના કારણે શંકરભાઈ પટેલ ને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી તથા જમણા પગે ફ્રેક્ચર થયું હતું તેમજ શરીરે નાની મોટી ઈજાઓ થઈ હતી. જે બાદ તેમણે સરદાર હોસ્પિટલ બારડોલી ખાતે ખસેડવામાં આવ્યા હતા.ત્યારે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ અંગેની ફરિયાદ વાલોડ પોલીસ મથકે નોંધવામાં આવી છે તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590