શહેરના વેસુ વિસ્તારમાં એસડી જૈન સ્ટ્રીટ પાસે કારની ટક્કરથી તેની માતા સાથે ઈ-મોપેડ પર સવાર સાત વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે માતાને પણ ઈજાઓ થતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
વેસુમાં માતા સાથે ઈ-મોપેડ પર સવાર બાળકનું અકસ્માતમાં મોત.
પોલીસના જણાવ્યા અનુસાર, વેસુના મંગલમ હાઇટ્સ ખાતે રહેતા જીગર રાજ્યગુરૂ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમની પત્ની નીતા બેન અને સાત વર્ષનો પુત્ર પ્રયાગ શનિવારે રાત્રે વેસુ વિસ્તારની એસડી જૈન સ્ટ્રીટ પરથી ઈ-મોપેડ પર પસાર થઈ રહ્યા હતા. દરમિયાન નીતા બેનની ઈ-મોપેડ સાથે એક ઝડપભેર કાર અથડાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં માતા સાથે બેઠેલા પ્રયાગને ગંભીર ઇજા થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે માતા નીતા બેન ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બનાવ અંગે અલથાણ પોલીસે કાર ચાલક સામે માર્ગ અકસ્માતનો ગુનો નોંધ્યો છે.
બાઇક સ્લીપ થવાથી યુવકનું મોત
શહેરના પાંડેસરા બાટલી બોય સર્કલ પાસે પેટ્રોલ પંપ પાસે સચિન રોડ પર પાટિયા રાહત બિલ્ડીંગમાં રહેતા રેહાન અબ્દુલ સમદ શેખ (17)નું મોટરસાયકલ સ્લીપ થયું હતું. તે નમાજ અદા કર્યા બાદ ચા પીવા જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત થયો. ગંભીર ઇજાઓને કારણે તેનું મોત નીપજ્યું હતું. પાંડેસરા પોલીસે ગુનો નોંધી નવી સિવિલ હોસ્પિટલમાં લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590