એક પરિવાર સુરત જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા કન્ટેનર ચાલકે ફોર વ્હીલ ને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ફોર વ્હીલ માં સવાર બાળકો સહિત કુલ 6 ને ઈજા પહોંચી હતી.
ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામની સીમમાંથી પસાર થતા ઉચ્છલ નિઝર સ્ટેટ હાઇવે નંબર 80 ઉપર થી એક આઇસર કંપનીના કન્ટેનર રજી.નંબર-MP-09-GF-3407 ના ચાલકે પોતાનું કબજાનું વાહન પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી કલ્પેશ અશોક સોનજે ના કબજાની ફોર વ્હીલ રજી.2-GJ-07-BN-1988 ને સામેથી જોરથી ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ફોર વ્હીલ માં સવાર કલ્પેશ અશોક સોનજે તથા તેમની પુત્રી પ્રિયંકા કલ્પેશ સોનજે,અશોક નરહરી સોનજે,સુભાંગી અશોક સોનજે,યશ કલ્પેશ સોનજે અને કીર્તિ કલ્પેશ સોનજે એમ એક જ પરિવારના 6 સભ્યને શરીરે ઇજાઓ પહોંચી હતી. તેમજ અક્સ્માતમાં ફોર વ્હીલ નો આગળનો ભાગ કચ્ચર ઘાણ થઈ ગઈ હતી.ઉચ્છલ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590