મહાદેવ નગર સોસાયટીમાં મિત્રો સાથે રમતા રમતા ખાડી કિનારે પહોંચ્યા હતા.
સુરતના ડિંડોલી વિસ્તારમાં મહાદેવ નગર વિભાગમાં રહેતો પાંચ વર્ષનો બાળક શુક્રવારે સાંજે રમતી વખતે ખાડીમાં પડી ગયો હતો. સ્થાનિક લોકોની જાણ પર ફાયર બ્રિગેડના જવાનો ત્યાં પહોંચ્યા અને બાળકની શોધખોળ શરૂ કરી. મોડી રાત સુધી બાળકનો પત્તો લાગ્યો હતો.
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર નવાગામ ડિંડોલી મહાદેવ નગર વિભાગમાં રહેતો પાંચ વર્ષનો બાળક શુક્રવારે મિત્રો સાથે રમવા ગયો હતો. દરમિયાન તે તેના મિત્રો સાથે રમતા રમતા ખાડીના કિનારે પહોંચી ગયો હતો. અહીં લગભગ સાડા પાંચ વાગ્યે પગ લપસી જતાં તે ખાડીમાં પડી ગયો હતો. ઘટના અંગે સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. શહેરના અલગ-અલગ પાંચ ફાયર સ્ટેશનના ફાયર ટેન્ડરોએ ઘટના સ્થળે પહોંચીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. નવાગામ ખાડીમાં મોટા પ્રમાણમાં કચરો જમા થતા સર્ચ ઓપરેશન માં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માહિતી મળતાં મેયર હેમાલી બોઘાવાલા અને ચીફ ફાયર ઓફિસર વસંત પરીખ પણ ખાડી કિનારે પહોંચી ગયા હતા. ફાયર ઓફિસરો પૈકી તરુણ ગઢવી, મનોજ શુક્લા, પ્રવીણ ટંડેલ સહિત 35-40 જેટલા ફાયર કર્મીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મોડી રાત સુધી બાળકનો પત્તો લાગ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590