તાપી જિલ્લાની “ડીસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટી”ની બેઠક જિલ્લા મેજિસ્ટ્રેટ ડો.વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.આ બેઠકમાં રોડ સેફ્ટીને લગત વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લામાં થયેલ વિવિધ અકસ્માતો અંગે ચર્ચા કરતા અકસ્માતોમાં ખાસ કરીને ઓવર સ્પીડ અને હેલ્મેટ વગર વાહન હાંકનારની સંખ્યા વધુ અને તેમાં યુવા વર્ગનું પ્રમાણ વધુ જણાતા જિલ્લા મેજિસ્ટ્રેટ ડો.વિપિન ગર્ગએ ચિંતા વ્યક્ત કરતા સંબધિત અધિકારીઓને વિવિધ શાળા કોલેજોમાં ફરજિયાત હેલ્મેટ પહેરવા,રોંગસાઈડ ડ્રાઇવિંગ અટકાવવા જનજાગૃતિ ફેલાવવાતા કાર્યક્રમો કરવા જણાવ્યું હતું.તેમજ જરૂર જણાયે ભવિષ્યમાં જિલ્લામાં વિવિધ સ્થળોએ હેલ્મેટ અને રોંગ સાઈડને ધ્યાને લઈ આકસ્મિક ચેકિંગ હાથ ધરવા સૂચન કર્યું હતું.વધુમાં વાહન હાંકનાર તમામ નાગરિકો તેમના વાહનોના દસ્તાવેજો અધ્યતન રાખે તે બાબતની જનજાગૃતિ ફેલાવવા સૂચન કર્યું હતું.
વધુમાં સદર બેઠકમાં વર્ષ ૨૦૨૧-૨૨-૨૩ ના તાપી જિલ્લાના બ્લેકસ્પોટ અંગે વિસ્તૃત ચર્ચા કરી બ્લેકસ્પોટનું આખરીકરણ કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વી,એન.શાહ,એ.આર.ટીઓ એસ.કે.ગામીત સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590