તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડ,વ્યારા ખાતે આજરોજ જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહના અધ્યક્ષપણા હેઠળ તથા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારીએ સરકારી લેણાની બાકી વસુલાત સમયસર કરવા સહિતની વિવિધ કામગીરી સમયસર, ઝડપી અને સુચારું ઉકેલ લાવવા અનુરોધ કર્યો હતો.
તાપી સંકલન સમિતિની બેઠકમાં નિવૃત્ત થનાર કર્મચારીઓના પ્રોવિઝનલ પેન્શન મંજુર કરવાની સાથે સાથે કચેરીમાં રહેલા પડતર કાગળો,ખાતાકિય તપાસ,એજી ઓડીટ બાકી પેરા, આગામી બે વર્ષમાં નિવૃત થનાર સરકારી કર્મચારીઓના પેન્શનના કેસો અંગે પણ તપાસ કરી તેની યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ સાથે સાંસદ/ધારાસભ્યઓ તરફથી મળેલ સંદર્ભ પત્રો,જેવા મુદ્દાઓની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
સંકલન સમિતિની આ બેઠકમાં પ્રાયોજના વહિવટદાર રામનિવાસ બુગલીયા, અધિક નિવાસી કલેક્ટર આર.આર બોરડ,વ્યારા પ્રાંત સાગર મોવાલીયા, નિઝર પ્રાંત અધિકારી જયકુમાર રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રીમતિ કે.એસ.પટેલ સહિત તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590