ઉચ્છલ તાલુકાના કટાસવાણ ગામ ખાતે મહારાષ્ટ્ર રાજ્યની એસટી બસમાં એક મુસાફર દારૂના જથ્થા સાથે ઝડપાયો હતો.જેને લઇને પોલીસ ફરિયાદ નોંધાઈ. ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો કટાસવાણ ગામની સીમમાં બેડકીનાકા પોલીસ નાકા પોઇન્ટ ઉપર વાહન ચેકીંગમાં હતા.તે વેળાએ મહારાષ્ટ્ર રાજ્યની એસટી બસ આવતા તેની તપાસ કરી હતી.ત્યારે રાજેન્દ્ર સુનિલ પાત્રા(રહે.બારડોલી તા.બારડોલી જી.સુરત) નામનો મુસાફર દારૂના જથ્થા સાથે ઝડપાયો હતો.જે બાદ પોલીસે તેની અટકાયત કરી હતી.અને દારૂના જથ્થા સહિત અંદાજે 6 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.ઉચ્છલ પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590