Latest News

નિઝર અને કુકરમુંડામાં મનરેગાના ડબલ જોબ કાર્ડ બનાવી કૌભાંડ આચરનારાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ, વિગતવાર જાણો..

Proud Tapi 20 Jan, 2024 01:04 PM ગુજરાત

નિઝર અને કુકરમુંડા ના ટીડીઓએ મનરેગાના કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા,ભ્રષ્ટાચાર કરનાર કર્મચારીઓમાં ફફડાટ.. 

મહેશ પાડવી (પ્રતિનિધિ - નિઝર )  : તાપીના છેવાડે આવેલ કુકરમુંડા અને નિઝર તાલુકામાં મનરેગા યોજના હેઠળ કામ કરતા ગ્રામ રોજગાર સેવક તરીકે કામ કરતા કર્મચારીઓ દ્વારા ડબલ જોબ કાર્ડ બનાવી એક જ વ્યક્તિના નામ પર બે વખત પૈસા લઈ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે. નિઝર અને કુકરમુંડા બંને તાલુકામાં મળીને અંદાજે કુલ 1 લાખ રૂપિયા કરતા વધુ નો ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે. જેને લઇને કુકરમુંડા અને નિઝર તાલુકા વિકાસ અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

નિઝર અને કુકરમુંડા તાલુકામાં મનરેગા યોજના હેઠળ ગેરેરીતિ આચરવામાં આવેલ છે અને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે તેવી અનેક ફરિયાદો ભૂતકાળમાં ઉઠી હતી. ત્યારે આખરે સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે.

વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૮ દરમિયાન  અલગ અલગ સમયે કુકરમુંડા તાલુકાના  સદગવાણ, બાલ્દા , નિંભોરા તથા મટાવલ ગામ ખાતે (૧)ભરત શિંદે (રહે. ચિચોદા તા.નિઝર જી.તાપી)(૨) કૈલાશ ગોવર્ધન સ્વામી (અંદાજે એક વર્ષ અગાઉ મરણ પામેલ છે.)તથા (૩)દક્ષા વી.વળવી (રહે.હથનુર તા.નિઝર જી.તાપી) એ સરકારની મનરેગા યોજના હેઠળ ગ્રામ રોજગાર સેવક ( જી.આર,એસ.) તરીકે કાર્ય કરતા હતા.ત્યારે  ફરજ દરમિયાન   એક જ વ્યક્તિના નામે ડબલ જોબકાર્ડ બનાવી કુલ- ૧૧ લાભાર્થીઓના ૨૨ (બાવીસ) જોબકાર્ડ બનાવી ઓનલાઇન ઇસ્યુ કરી ઓનલાઇન માસ્ટર રોલ કાઢીને એક જ સમયે એક જ વ્યકિતની ડબલ હાજરી ભરી નાંણાકીય ઉચાપત કરવામાં આવી હતી.જેમાં  સરકારના કુલ રૂા.૭૭, ૮૬૧/- ઉચાપત કરીને સરકારની તિજોરીને ચૂનો ચોપડવામાં આવેલ છે.

તેમજ વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૮ દરમ્યાન અલગ-અલગ સમયે નિઝર તાલુકાના  પિપલોદ, સરવાળા, નિઝર તથા કોઠલી બુદ્રક ગામ ખાતે મનરેગા યોજનાના કામના સ્થળોએ (૧) અમિત વી. ગામીત  તથા (૨) યોગેશ્વર એમ.માહલે તથા (૩) અરવિંદ બી. ગામીત તથા વર્ષા બી.ગામિત ( ચારેય રહે. નિઝર તા.નિઝર જી.તાપી)એ સરકારની મનરેગા યોજના હેઠળ  ગ્રામ રોજગાર સેવ કે (જી.આર.એસ) તરીકે કાર્ય કરતા હતા.તે દરમિયાન એક જ વ્યકિત ના નામે ડબલ જોબકાર્ડ બનાવી ઓનલાઈન મસ્ટરરોલ કાઢીને કુલ-૭ લાભાર્થીઓના -૧૪ જોબકાર્ડ બનાવી ડબલ હાજરી ભરી નાણાકિય અનિયમિતતા આચરવામાં આવી હતી.અને  કુલ રૂ. ૨૩૧૭૨/- ની  ઉચાપત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, મનરેગા યોજનામાં આચરવામાં આવેલ ગેરેરીતિને લઈને જે ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી તે ટીમ જ્યારે સ્થળ તપાસ કરવા ગઈ હતી ત્યારે કેટલા લાભાર્થીઓને તો પોતાના નામે જોબકાર્ડ ઇસ્યુ થયેલ છે તે અંગેની જાણ પણ ન હતી. ત્યારે આ પ્રકારે આ ભ્રષ્ટ કર્મચારીઓ દ્વારા આટલા મોટા પ્રમાણમાં નાણાની ઉચાપાત કરીને સરકારી તિજોરીને ચૂનો ચોપડવામાં આવ્યો અને પ્રજાને અંધારામાં જ રાખવામાં આવી હતી. જોકે ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય પારદર્શક તપાસ કરવામાં આવતા મસ મોટું કૌભાંડ બહાર આવ્યું છે. આ જ રીતે સમગ્ર તાપી જિલ્લામાં મનરેગા યોજના હેઠળ તપાસ કરવામાં આવે તો વધુ ભ્રષ્ટ કર્મચારીઓ અને અધિકારીઓના ભાંડા ફૂટે તેમ છે.



નિઝર  તાલુકામાં એકજ વ્યકિતની ડબલ હાજરી ભરેલ હોય અને ચુકવણુ કરેલ હોય જેની વિગત નીચે મુજબ 

  ગામ... લાભાર્થી.. ડબલ હાજરીની સંખ્યા... ડબલ હાજરીનું ચકવણું થયેલ રકમ રૂ.માં


૧.   પિપલોદ.     જગન રામુ  પાડવી                         (૩૭)       રૂ.  ૬૪૯૩/-

૨.   સરવાળા.      તારાચંદ બાબુ ભીલ                        (૨૦ )       રૂ. ૩૮૦૦/-

૩.    નિઝર          સુભાષ  જાહદુ પાડવી.                    (૧૫)      રૂ. ૨૬૫૫/-

૪.    નિઝર.        જાદુ સામલ્યા પાડવી                      ( ૧૧ )      રૂ. ૨૦૯૦/-

૫. કોઠલી બુદ્રક    વળવી ઉખડ઼યા મંસુ                      (૧૨)     રૂ.  ૨૨૮૨/-

૬. કોઠલી બુદ્રક.    પાડવી રવિન્દ્ર  કૃષ્ણા                   (૨૨)  રૂ. ૩૭૪૦/-

૭.કોઠલી બુદ્રક       પાડવી મદમાવતબેન વિજય          (૧૧)  રૂ.   ૨૧૧૨/-

 કુલ રૂપિયા-૨૩, ૧૭૨/-

કુકરમુડા તાલુકામાં એકજ વ્યકિતની ડબલ હાજરી ભરેલ હોય અને ચુકવણુ કરેલ હોય જેની વિગત નીચે મુજબ 

      ગામ.         લાભાર્થી..    ડબલ હાજરીની સંખ્યા... ડબલ હાજરીનું ચકવણું થયેલ રકમ રૂ.માં


૧.  સદગવાણ     ઠાકરે જોતેસિંગ મંગા    (૭०)    રૂ.  ૧૩૪૪૦/-

૨.   સદગવાણ      પાડવી ભગવાન સુપા    (૪૦)   રૂ.  ૭૪૦૦/-

૩. સદગવાણ       ઠાકરે ઇન્દર મંગા         (૬૦)         રૂ. ૧૧૫૨૦/-

૪. સદગવાણ     ઠાકરે વજુબેન મંગા        (૫૦)      રૂ. ૯૬૦૦/-

૫.સદગવાણ      ઠાકરે સુખીબેન જગન     (૨૦)     રૂ. ૩૭००/-

૬. સદગવાણ    ઠાકરે ભીમસિંગ પાસ્યા    (૨૦)     રૂ.  ૩૭००/-

૭.સદગવાણ     ઠાકરે ક્રાંતિલાલ જગ્યા      (૧૫)       રૂ. ૨૭૭૫/-
 
૮. બાલદા      વિનોદભાઈ માનસિંગભાઈ ભીલ (૪૦)   રૂ.  ૭૨૦०/-

૯. નિંભોરા      પ્રતાપ તાન્યા ભીલ              (૪૮)        રૂ. ८૯૪૯/-

૧૦ .નિંભોરા      પરસિંગ ગોવિંદભાઈ ભીલ     (૨૬)  ૪૮૧૦/-

૧૧. મટાવાલ      વળવી મોતીસીંગ હુર્યા        (૨૫)   રૂ.   ૪૭૭૬/-


કુલ રૂપિયા -૭૭,૮૧૧/-

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post