વાલોડના પુલ ફળિયા ખાતે નજીવી બાબતે બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો.અને એકબીજાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.અને બંને પક્ષોએ સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
વાલોડ ના પુલ ફળિયા ખાતે રહેતા મહમદ સાબીર અજીમુલ્લા શેખના ઘરની બાજુમાં રહેતા મોઇન મુસ્તાક શેખ એ આવવા-જવાના રસ્તામાં એક લોખંડનો ખાટલો મુક્યો હતો.અને આ ખાટલાના કારણે મહમદ સાબીર અજીમુલ્લા શેખ અને પરિવારને આવવા જવા માટે તકલીફ પડતી જેથી મહમદ સાબીર અજીમુલ્લાં શેખ એ લોખંડના ખાટલાની જાળીને એક લોખંડની કાતરથી કાપવા લાગ્યા હતા.તે વેળાએ મોઇન મુસ્તાક શેખ ઘરની બહાર આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે,આ જાળી કાપશો નહી .તેથી મોહમ્મદ શેખ એ મોઇનને કહ્યું હતું કે,'આ લોખંડના ખાટલો અમને રસ્તામાં આવવા જવામાં નડે છે જેથી આ લોખંડના ખાટલાની જાળી કાપુ છુ." તેમ કહેતા આ મોઇન મુસ્તાક શેખ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને અપશબ્દ બોલવા લાગ્યા હતા. જે બાદ બંને પરિવારના સભ્યો બહાર આવતા બંને પક્ષો વચ્ચે ઝઘડો અને મારા મારી થઈ હતી.જેમાં લાકડાના સપાટા અને કાતર વડે એકબીજાને માર મારવામાં આવ્યો હતો. તેમજ એકબીજાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં મહમદ સાબીર અજીમુલ્લા શેખ એ મોઈન મુસ્તાક શેખ તથા મુસ્તાક સુલેમાન શેખ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અને બીજી તરફ મોઈન મુસ્તાક શેખ એ મોહમ્મદ સાબીર શેખ તથા અમજદ સાબીર શેખ તથા જાવેદ અફસર અલી શેખ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વાલોડ પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590