વ્યારા તાલુકાના બાલપુર ગામ ખાતે દુકાન પાસે બાંકડા પર મોબાઈલ મુકવામાં આવ્યો હતો. જોકે તે મોબાઈલ હોય ચોર ઈસમે ચોરી લીધો હતો.ત્યારે મોબાઈલ ચોરીને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
વ્યારા તાલુકાના બાલપુર ગામના ચાર રસ્તા પાસે આવેલ દુકાનના બાંકડા પાસે ધર્મેશ કરશન ગામીત એ પોતાનો ૨૪,૯૯૯/- ની કિંમત નો મોબાઇલ બાંકડા પર મૂક્યો હતો. જોકે થોડા સમય બાદ જોતા મોબાઈલ મળ્યો નહોતો. જે બાદ આસપાસ મોબાઇલની શોધખોળ પણ કરવામાં આવી હતી તેમ છતાં મોબાઇલ મળી આવ્યો ન હતો. ત્યારે મોબાઈલ ચોરી થઈ હોવાનું જણાય આવતા, પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. વ્યારા પોલીસે મોબાઈલ ચોરી અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590