મહિલા અને બાળ અધિકારીની કચેરી આહવા તથા ઋતુંભરા કન્યા વિદ્યાલય સાપુતારાના સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૧ ડિસેમ્બરના રોજ સાપુતારા ઋતુંભરા કન્યા વિદ્યાલય ખાતે “કિશોરી મેળો” યોજવામાંઆવ્યો હતો.આ કાર્યક્રમમાં આહવા સિવિલ હોસ્પિટલના એડોલેશન કાઉન્સેલર સુ.શ્રી મનિષાબેને કાર્યક્રમને અનુરૂપ સ્વાથ્ય, મેન્સટૂઅલ હાઇજીન, બહેનોને તરુણાવસ્થામાં થતા શારીરિક, માનસિક ફેરફારો વિશેની સમજ આપવા સાથે શું તકેદારી રાખવી તથા મૂંઝવતા પ્રશ્નોના વિષયક કિશોરીઓને માહિતી આપી હતી.જેન્ડર સ્પેસ્યાલીસ્ટ શ્રી પિયુષભાઇ ચૌધરીએ ‘બેટી બચાવો બેટી પઢાવો’ અને ‘વ્હાલી દિકરી યોજના’ વિશે માહિતી આપીહતી. તેમજ સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક સુ.શ્રી સંગીતાબેન પટેલે સખી વન સ્ટોપ સેન્ટરની કામગીરી વિશે માહિતી આપી કિશોરીઓને લગ્ન પહેલા અને લગ્ન પછી ઉદભવતા સમસ્યાઓનું નિરાકરણ કઈ રીતે લાવવું અને સમાધાન વિશે સંપુર્ણ
માહિતી આપી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત મેડિકલ ટીમ દ્વ્રારા કિશોરીઓને વજન ઉંચાઇ અને HB ચેક કરવામાં આવ્યું હતું. જેમા પ્રથમ ક્રમે ગાવિત અંજનાબેન, દ્વ્રિતીય ક્રમે પવાર રસિલાબેન, અને તૃતીય ક્રમે ગાવિત ખુશીબેન આવ્યાં હતાં. આ તમામ કિશોરીઓને મોમેન્ટો આપી સન્માનીત કરવામાં આવી હતી.
આ ઉપરાંત બેટી બચાવો બેટી પઢાવો થીમ આધારીત રંગોળી સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય અનુક્રમે રોશનીબેન, છાયાબેન અને માયાબેન તથા ચિત્ર સ્પર્ધામાં જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય અનુક્રમે આવેલ અમિતાબેન, અંશકુમારી અને રવિનાબેન વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઋતુંભરા કન્યા વિદ્યાલય સાપુતારાના આચાર્યાશ્રી અલ્પાબેન સહિત શાળાના કર્મચારીશ્રીઓ, મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મચારીશ્રીઓ સહિત ધોરણ ૯ અને ધોરણ ૧૧ ની કુલ ૪૦૬ જેટલી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590