રાજ્યને પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સતત પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે ડાંગ જિલ્લામાં પણ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અને ખેડૂતોમિત્રો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે તાલીમો, ખેતીલક્ષી પ્રેરણા પ્રવાસ, મોર્ડન ખેતીની મુલાકાત અને કિસાન ગોષ્ઠીનું આયોજન કરી માસ્ટર ટ્રેનર્સ દ્વારા ખાસ તાલીમ આપવામાં આવી રહી છે.તાજેતરમાં ડાંગના આહવા તાલુકાના ચિંચલી ક્લસ્ટરમાં સમાવિષ્ટ મોગરા ગામમાં પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઇ હતી. જેમાં કુલ-૨૫ ખેડુતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમમાં આત્મા પ્રોજેક્ટના માસ્ટર ટ્રેનરો શ્રી રામદાસભાઈ, અને શ્રી ફિરદોસભાઇ દ્વારા રાસાયણિક ખાતરને બદલે જીવામૃત, ઘન જીવામૃત અને જીવાત નિયંત્રણ માટે નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને બ્રહ્માસ્ત્રનોનો ઉપયોગ અને મોર્ડન ખેતી અંગેની વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590