કુકરમુંડા તાલુકાના પિશાવર ગામેથી વગર પાસ પરમિટે ટ્રકમાં દારૂ લઇ જતા એક શખ્સને દારૂના જથ્થા સાથે તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફ અને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ઝડપી પાડી ,ટ્રક સહિત કુલ રૂ.9,83,892 નો મુદ્દામાલ જપ્ત પોલીસ જપ્ત કર્યો હતો.
તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના અ.પો.કો.પ્રકાશભાઈ અને અ.હે.કો.બિપિનભાઈ જેઓને સંયુક્ત રાહે બાતમી મળે છે કે,મહારાષ્ટ્ર રાજ્ય તરફથી એક ટ્રક નંબર gj 07 uu 1535 માં ઇંગ્લિશ દારૂ ભરી કુકરમુંડાના પિશાવર થઈ જનાર છે.જે બાતમીના આધારે તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો કુકરમુંડાના પિશાવર રોડ પર વોચ ગોઠવી ઊભા હતા,તે દરમિયાન સામેથી બાતમી વાળી ટ્રક નંબર gj 07 uu 1535 આવતા પોલીસે તેને ઊભો રાખી તેની અંદર તપાસ કરતાં ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂના કુલ બોક્ષ 73,તેમજ નાની મોટી બોટલો મળી કુલ નંગ : 1452 મળી આવી હતી.
પોલીસે કુકરમુંડાના પિશાવર પાસેથી અશોક લેલેન ત્રણ નંબર gj 07 uu 1535 માં પ્રોહી મુદ્દામાલ(દારૂનો જથ્થો) ઝડપી પાડી , ટ્રક ડ્રાઈવર મહેશ રામચંદ્ર ભાભોર રહે.કાલિપાન મલવાસા ફસ્ટ્ર તા.જિ.વાંસવાડા રાજસ્થાન ને પણ ઝડપી પાડી,પોલીસે પકડેલા મુદ્દામાલમાં ટ્રક નંબર gj 07 uu 1535 જેની કિંમત રૂપિયા 700000 મળી કુલ રૂપિયા 9,83,892 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી ,બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.આગળની વધુ કાર્યવાહી માટે કુકરમુંડા પોલીસ મથકે મુદામાલ સોંપવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590