સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભાષણ થી દેશમાં ભરમાં વિરોધના વંટોળ છવાય ગયા છે. થોડા દિવસો પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં ડો.બાબાસાહેબ આંબેડકરના નામ લેવા પર વિપક્ષે વિરોધ છેડ્યો હતો. જે બાદ નિવેદનને લઈને ઠેર-ઠેર વિરોધ ચાલી રહ્યો છે,નિઝર તાલુકામાં પણ રાષ્ટ્રપતિને સંબોધીને આવેદન પત્ર આપી ગૃહમંત્રી અમિત શાહ નો વિરોધ કર્યો હતો.
નિઝર તાલુકામાં sc/st /obc /માઈનોરીટી સમાજ ના નાગરિકો દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેમાં ડો.બાબાસાહેબ આંબેડકર વિષે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના શબ્દોનો ભારે વિરોધ સાથે રોષ ઠાલવ્યો હતો.તેમજ અમિત શાહ દ્વારા આપવામાં આવેલા નિવેદન સામે તેમણે માફી માંગવી જોઈએ,અમિત શાહને તેમના હોદ્દા પરથી દૂર કરવા ,તેમજ આ પ્રકારના નિવેદનથી દેશમાં પેદા થયેલા તણાવને રોકવા માટે તાકીદે પગલાં ભરવા માટે માંગ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590