સોનગઢ પોલીસ મથકમાં વાહન અકસ્માતના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને સુરત ધૂલિયા હાઇવે ઉપરથી સોનગઢ પોલીસે ઝડપી લીધો હતો.
તાપી જીલ્લા પોલીસવડાની વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની અસરકારક કામગીરી કરવાની આપેલી સુચનાના અનુસંધાને સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી.મંડોરા ના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સોનગઢ પોલીસ મથકમાં નોંધાયેલાઅકસ્માતના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપી મહેન્દ્રસિંહ ડેબીસિંહ રાવત ધંધો. ડ્રાઈવર રહે, માસિંગપુરા ગામ, થાના બદનોર જી.ભીલવાડા (રાજસ્થાન)ને ટેક્નિકલ તેમજ હ્યુમન સોર્સ આધારે પો.સ.ઇ કે.આર.ચૌધરી, અ.હે.કો. દશરથભાઈ ભુપતભાઈ, તેમજ અ.પો.કો. રાજુભાઈ ઝીણાભાઈ નાઓએ ટેક્નિકલ તેમજ હ્યુમન સોર્સ આધારે સોનગઢ સુરત-ધુલીયા હાઈવે આર.ટી.ઓ. ચેક પોસ્ટ ઉપરથી તા. ૨૩/૧૨/૨૦૨૪ ના રોજ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590